Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીના પ્રેમલગ્ન બાદ અમેરિકામાં સુખી જીવનના સપના તૂટી ગયા:સાસરિયા સામે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી, કરોડોના દાગીના પડાવ્યાનો આક્ષેપ

    18 hours ago

    પ્રેમલગ્ન બાદ અમેરિકામાં સુખી જીવનના સપના જોનાર અમદાવાદની યુવતી માટે લગ્ન જીવન દુઃખદ બની ગયું. પતિ દહેજની માંગણી, શારિરીક અને માનસિક ત્રાસ આપતો હતો તેમજ અમેરિકામાં રાત્રે ઘર બહાર કાઢી પણ કાઢી મૂકી હતી. જેથી, યુવતીએ અમેરિકામાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, તે બાદ સાસરિયા પક્ષના લોકોએ દાગીના સહિતની વસ્તુઓ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે યુવતીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ દહેજ માટે પરિણીતા પર દબાણ કરવામાં આવ્યું અમદાવાદની અને હાલ મકરબા વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ વર્ષ 2025માં ઉત્તરપ્રદેશના અને હાલ અમેરિકા નિવાસી યુવક સાથે અમદાવાદની જાણીતી હોટેલમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે પિયરમાંથી આપવામાં આવેલા દાગીના અને કિંમતી સામાન સાસુએ પોતાના કબજામાં લઈ લીધા હતા. શરૂઆતથી જ સાસરિયા તરફથી દહેજની માંગણી કરવામાં આવી રહી હતી. પતિએ પોતાની બહેન માટે એક કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી હોવાનું જણાવી પત્ની પર પણ તેના માતા-પિતાને આવી જ રકમની એફડી કરાવવા દબાણ શરૂ કર્યું હતું. પતિએ યુવતીને માર મારીને પૈસા માટે ટોર્ચર કરી ઘર બહાર કાઢી મૂકી યુવતીના પતિ નાની-નાની બાબતોમાં બોલાચાલી કરીને તેને માર મારતો હતો અને સતત માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન બાદ બંને અમેરિકા રહેવા ગયા હતા. જ્યાં પતિએ અલગ મકાનમાં રાખવાનો વાયદો કર્યો હોવા છતાં તેને જોઇન્ટ મકાનમાં જ રહેવા મજબૂર કરી હતી. યુવતી પાસે નોકરી ન હોવા છતાં તેના પાસેથી પૈસા લઈને પતિ ઘરખર્ચમાં વાપરતો હતો. પતિ દારૂ પીવા માટે દબાણ કરતો અને જબરદસ્તી સંતાન કરવા માટે હેરાન કરતો હતો. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે એક દિવસ રાત્રે લગભગ 11 વાગ્યે પતિએ યુવતીને માર મારીને પૈસા માટે ટોર્ચર કરી ઘર બહાર કાઢી મૂકી હતી. સરખેજ પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી પરિસ્થિતિ કાબૂ બહાર જતા યુવતીએ અમેરિકામાં રહેતા પોતાના ભાઈને જાણ કરી હતી. જેના આધારે તેણે ત્યાંના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ યુવતી ભારત પરત ફરી અને અમદાવાદના સરખેજ પોલીસ મથકે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ દહેજ પ્રથા, શારિરીક-માનસિક ત્રાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે સાસરિયાઓએ કરોડો રૂપિયાના દાગીના અને અન્ય સામાનની પણ હડપ કરી લીધી છે. જેથી સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ શહેર પ્રમુખે SPને કરી લેખિત રજુઆત:ભાજપ તંત્રનો દુરુપયોગ ન કરે તે માટે પોલીસને અપીલ, મતદાન માટે કરી માગ
    Next Article
    રેલવે સ્ટેશન પાસે નશાકારક ચા પીવડાવી 53 હજાર પડાવ્યા:બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારી સાથે દિલ્હીનો ઠગ મિત્રતા કરી હોટેલમાં લઈ ગયો, બેભાન કરી મુદ્દામાલ લઈને ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment