Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે બૂમ પાડીને કહ્યું- 'ભાજપ ગામમાં નહીં':બીલ ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પ્રચાર માટે આવતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો

    19 hours ago

    વડોદરા જિલ્લાના બીલ ગામમાં આજે ભાજપના નેતાઓ અને કાર્યકરો પ્રચાર માટે આવતા તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક યુવકે કહ્યું હતું કે, ભાજપ ગામમાં નહીં. ભાજપ ગામમાં નહીં. જેને પગલે ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ પહોંચી ગઈ હતી અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ગામની વિવિધ સોસાયટીઓના ગેટ બંધ રાખવામાં આવતા હતા વડોદરા જિલ્લાના બીલ ગામમાં ભાજપના કાર્યકરો સામે સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં ભાજપ પ્રત્યે અસંતોષનો માહોલ બન્યો હતો, જેના પગલે ગામની વિવિધ સોસાયટીઓના ગેટ બંધ રાખવામાં આવતા હતા અને ભાજપના કાર્યકરો માટે ગામમાં પ્રવેશબંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક આ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો આજે ભાજપના કાર્યકરો રેલી સ્વરૂપે બીલ ગામમાં પહોંચ્યા હતા. જોકે, તેમના આગમન સાથે જ સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન બંને પક્ષ વચ્ચે તંગદિલી વધતા વાતાવરણ ગરમાયું હતું અને થોડીવાર માટે બબાલ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસના હસ્તક્ષેપ બાદ મામલો શાંત પાડવામાં આવ્યો હતો. હાલ ગામમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવકના કપડા ઊતારી ઢોર માર માર્યો, VIDEO:સાત વર્ષના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ, સ્થાનિકોએ યુપીના શિવમ યાદવને ઝડપી પોલીસને સોંપ્યો
    Next Article
    સુરતમાં મૈત્રી કરારના સંબંધનો કરુણ અંત:ચારિત્ર્ય પર શંકા અને પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ વરાછામાં ગળેફાંસો ખાધો, પ્રેમીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment