Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મૈત્રી કરારના સંબંધનો કરુણ અંત:ચારિત્ર્ય પર શંકા અને પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ વરાછામાં ગળેફાંસો ખાધો, પ્રેમીની ધરપકડ

    16 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કાલિદાસનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી સુરત આવી મૈત્રી કરાર હેઠળ પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીએ શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે. આ મામલે વરાછા પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પ્રેમી ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ત્રાસ આપતો હતો મળતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાની વતની વૈશાલી છેલ્લા એક વર્ષથી તેના પ્રેમી ડોંગર ઉર્ફે વેડુ રામકૃષ્ણ પાટીલ (ઉ.વ. 20) સાથે વરાછાની કાલિદાસનગર સોસાયટીના એક મકાનમાં રહેતી હતી. બંને વચ્ચે મૈત્રી કરાર થયેલા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી ડોંગર વૈશાલીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેને અન્ય યુવકો સાથે સંબંધ હોવાના આક્ષેપો કરી વારંવાર ઝઘડા કરતો હતો, જેના કારણે વૈશાલી ભારે માનસિક તણાવમાં રહેતી હતી. પરિવારથી દૂર રહી નરક જેવી જિંદગી જીવતી હતી વૈશાલી વૈશાલીના ભાઈ શિવાજી સંતોષભાઈ માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વૈશાલી પોતાના પરિવાર સાથે બહુ સંપર્કમાં નહોતી. પ્રેમીની સતત હેરાનગતિ અને શંકાશીલ સ્વભાવને કારણે તે અંદરથી ભાંગી પડી હતી. પોતાની વેદના કોઈને કહી શકતી નહોતી અને એકલતામાં ઘૂંટાયા કરતી હતી. અંતે, પ્રેમીના અસહ્ય ત્રાસથી મુક્તિ મેળવવા તેણે 22 એપ્રિલ, 2026ના રોજ બપોરના સમયે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી આ બનાવની જાણ થતા જ વરાછા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વૈશાલીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પ્રેમી ડોંગર પાટીલ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા નો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક અને યુવતી મૈત્રી કરારથી સાથે રહેતા હતા. યુવકની સતત શંકા કરવાના કારણે યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    યુવકે બૂમ પાડીને કહ્યું- 'ભાજપ ગામમાં નહીં':બીલ ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પ્રચાર માટે આવતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો
    Next Article
    Impact of heat in Ahmedabad | સાવધાન! ગરમી બિમાર કરી દેશે | Sola Civil Hospital | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment