Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાન કરતા પૂર્વે નામ યાદીમાં છે કે નહીં ખાતરી કરો:રાજકોટ મનપાએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી, ચૂંટણી કાર્ડનાં નંબરને આધારે આંગળીનાં ટેરવે મળશે જાણકારી

    13 hours ago

    આગામી 26 એપ્રિલે રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં શહેરનો એકપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે મનપા તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને મતદારો તેનું નામ યાદીમાં છે કે નહીં રે સહિતની વિગતો ઘરેબેઠા જ જાણી શકે તે માટે મનપાએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી છે. જેમાં એકમાત્ર ચૂંટણી કાર્ડનાં નંબરને આધારે આંગળીનાં ટેરવે જાણકારી મેળવી શકાશે. આ માટે હાલ મનપા દ્વારા વિશેષ ડિજિટલ પોર્ટલ અને લિંક્સ કાર્યરત કરવામાં આવી છે. આ સાથે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, રોજમદારો અને છુટક મજૂરો પણ મતદાન કરી શકે તેના માટે રજાની વિશેષ જોગવાઈ કરવા આદેશો આપવામાં આવ્યા છે. ચૂંટણી કાર્ડના EPIC નંબર દાખલ કરીને મિનિટોમાં ખાતરી કરી શકશે પ્રાપ્ત વિગત મુજબ સામાન્ય રીતે મતદાનના દિવસે ઘણા નાગરિકોને એ ફરિયાદ હોય છે કે તેમનું નામ મતદાર યાદીમાં નથી અથવા તેમને ખબર નથી કે તેમનું નામ કયા મથક પર છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજકોટ મનપાની ચૂંટણી શાખાએ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી છે. 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ sec.gujarat.gov.in પર જઈને "Search Your Name" વિકલ્પ દ્વારા પોતાનું નામ શોધી શકશે. જેમાં નાગરિકો તેની વિગતો અથવા ચૂંટણી કાર્ડના EPIC નંબર દાખલ કરીને મિનિટોમાં ખાતરી કરી શકશે. ઉપરાંત, રાજકોટ મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in પર પણ આ માટેની ડાયરેક્ટ લિંક મુકવામાં આવી છે. તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે મતદાન કરતા પહેલા તમારું નામ યાદીમાં છે કે નહીં તેની ખાતરી કરો, જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે રજાની જોગવાઈ રાજકોટ મહાપાલિકાની હદ વિસ્તારમાં કામ કરતા લાખો શ્રમિકો અને ખાનગી કર્મચારીઓ માટે પણ રાહતના સમાચાર છે. મનપાની શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ શાખાએ જાહેર કર્યું છે કે જે કર્મચારીઓની સાપ્તાહિક રજા મતદાનના દિવસે (રવિવારે) નથી, તેમને મતદાન કરવા માટે ખાસ છૂટછાટ આપવી પડશે. શ્રમ નિયામક, ગાંધીનગરના આદેશ મુજબ, કોઈપણ દુકાન કે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે. જો સંસ્થા ઈચ્છે તો રવિવારે કામ ચાલુ રાખીને તેના બદલામાં અન્ય દિવસે રજા આપી શકે છે, પરંતુ મતદાનના દિવસે કર્મચારીને મતદાન કરવા માટે સમય આપવો અનિવાર્ય છે. ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ 2019 ની કલમ 18 હેઠળ, આ રજા માટે કર્મચારીના પગારમાં કોઈ પ્રકારનો કાપ મૂકી શકાશે નહીં. રોજમદારો, છૂટક મજૂરોને મળશે મતાધિકારનો લાભ આ નિયમ માત્ર મોટી કંપનીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ શહેરના તમામ નાના-મોટા વ્યાપારી એકમો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને શોપિંગ મોલ્સને પણ લાગુ પડે છે. રોજમદાર છૂટક કામ કરતા શ્રમિકો પણ આ દિવસે રજા અને વેતન માટે હક્કદાર રહેશે. શ્રમ વિભાગના કાયદાઓ હેઠળ જો કોઈ માલિક કર્મચારીને મતદાન માટે રજા આપવાનો ઇનકાર કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. રાજકોટ મનપાના ચૂંટણી અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. એક તરફ ટેકનોલોજીના માધ્યમથી મતદાર યાદીની વિગતો સુલભ બનાવવામાં આવી છે, તો બીજી તરફ શ્રમિક વર્ગ માટે રજાની ખાતરી કરવામાં આવી છે. ત્યારે રવિવારના રોજ પોતાના લોકો ઘરની બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે એવી અપીલ પણ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર જિલ્લામાં 26 એપ્રિલે ચૂંટણીનો જંગ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, ચૂંટણી પ્રક્રિયા, સ્ટાફની ફાળવણી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
    Next Article
    ચૂંટણી માટે આયોજન:મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, 1723 મતદાન મથકો પર વહીવટી તંત્રની આખરી તૈયારીઓ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment