Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી માટે આયોજન:મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, 1723 મતદાન મથકો પર વહીવટી તંત્રની આખરી તૈયારીઓ પૂર્ણ

    12 hours ago

    મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જિલ્લામાં લોકશાહીના આ પર્વને સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્ર કટિબદ્ધ છે.કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીની આ પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાર્દિક અપીલ કરી છે. જિલ્લામાં કુલ 218 રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યા ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સમગ્ર જિલ્લામાં કુલ 1723 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે 1423, નગરપાલિકાઓ માટે 131 અને મહેસાણા મહાનગરપાલિકા માટે 169 મતદાન મથકોનો સમાવેશ થાય છે. સુરક્ષા અને માનવબળની વાત કરીએ તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ જવાનો, નગરપાલિકા વિસ્તાર માટે 799 પોલિંગ સ્ટાફ અને 382 પોલીસ જવાનો તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ સ્ટાફ અને 395 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે જિલ્લામાં કુલ 218 રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં 852 વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે પાયાની સુવિધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરેક મતદાન મથક પર શુદ્ધ પીવાનું પાણી અને તડકાથી રક્ષણ મેળવવા માટે મંડપ તથા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોની સુગમતા માટે સમગ્ર જિલ્લામાં 852 વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ દરેક મતદાન મથક પર જરૂરી દવાઓ અને ઓઆરએસની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ કટોકટીના સમયે ત્વરિત સહાય મળી રહે તે હેતુથી સમગ્ર જિલ્લામાં 74 એમ્બ્યુલન્સ પણ તહેનાત રાખવામાં આવી છે.મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પોલિંગ સ્ટાફની મેડિકલ તપાસ પણ અગાઉથી પૂર્ણ કરી લેવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં સિગ્નેચર કેમ્પેઈન અને સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધારવા માટે વ્યાપક સ્તરે ‘મતદાર જાગૃતિ કાર્યક્રમ’ ચલાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા, વર્તમાન પત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જનજાગૃતિના સંદેશા ફેલાવવામાં આવ્યા છે. ગ્રામ્ય સ્તરે દૂધ મંડળીઓ અને શાળાઓ દ્વારા સાયકલ અને બાઈક રેલીઓનું આયોજન કરી મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં સિગ્નેચર કેમ્પેઈન અને સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા છે, જ્યારે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપ્સ વગાડીને પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. નાગરિકો નીડરતા અને વિશ્વાસ સાથે મતદાન કરી શકે તે માટે તમામ મતદાન મથકો પર ઈવીએમ નિદર્શન અને મોક-પોલ દ્વારા લોકોને મતદાન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મતદાન કરતા પૂર્વે નામ યાદીમાં છે કે નહીં ખાતરી કરો:રાજકોટ મનપાએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી, ચૂંટણી કાર્ડનાં નંબરને આધારે આંગળીનાં ટેરવે મળશે જાણકારી
    Next Article
    NGESમાં યુવાનો માટે ટોયોટા સ્પોન્સર્ડ ડિપ્લોમા:મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં "Earn While Learn" સાથે GTU સંલગ્ન મફત ડિપ્લોમા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment