Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NGESમાં યુવાનો માટે ટોયોટા સ્પોન્સર્ડ ડિપ્લોમા:મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં "Earn While Learn" સાથે GTU સંલગ્ન મફત ડિપ્લોમા

    10 hours ago

    પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) દ્વારા ઉત્તર ગુજરાતના યુવાનો માટે એક નવી કૌશલ્ય વિકાસ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્યુફેક્ચરિંગ (JIIM) અને ટોયોટા ત્સુશો NTTF ટ્રેનિંગ સેન્ટરના સહયોગથી "મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી" માં ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ અને ડિપ્લોમા પ્રોગ્રામ ઓફર કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને "શીખો અને કમાવો" (Earn While Learn) ના સિદ્ધાંત પર પ્રેક્ટિકલ અને ઉદ્યોગલક્ષી શિક્ષણ પૂરું પાડવાનો છે. આનાથી યુવાનો કૌશલ્યવાન અને આત્મનિર્ભર બનશે. તાલીમમાં જાપાનની આધુનિક ટેકનોલોજી, કાર્યશૈલી અને શિસ્તને ભારતીય સંદર્ભ સાથે સંકલિત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બની શકે. આ ડિપ્લોમા પ્રોગ્રામ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સંલગ્ન છે. તેમાં 80% પ્રેક્ટિકલ તાલીમ વિઠલાપુર સ્થિત ટોયોટા ટ્રેનિંગ સેન્ટર ખાતે અને 20% થિયરી તથા પરીક્ષાનો સમાવેશ થાય છે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને દર મહિને ₹12,727 નું સ્ટાઈપેન્ડ મળશે, જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી, વિદ્યાર્થીઓને 100% પ્લેસમેન્ટ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે. NGES કોલેજ કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, "આ પહેલ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય કૌશલ્ય સાથે સંપૂર્ણ રોજગારક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને 'Fully Employable' બનાવી આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ સમાજના વિકાસમાં યોગદાન આપી શકે." આ પહેલ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 30 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:00 કલાકે પાટણની પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે યોજાશે. ધોરણ 10 પાસ અથવા તેથી વધુ લાયકાત ધરાવતા અને 18 થી 25 વર્ષની વયના વિદ્યાર્થીઓ આ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ મોબાઈલ નંબર 9924556101 પર ફરજિયાત નોંધણી કરાવી સેમિનારમાં ઉપસ્થિત રહેવું. ડૉ. ધ્રુવે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની ઉદ્યોગ-લક્ષી તાલીમ યુવાનોને નોકરી માટે તૈયાર કરવા ઉપરાંત આત્મવિશ્વાસ, પ્રેક્ટિકલ કુશળતા અને વૈશ્વિક કાર્ય સંસ્કૃતિ સાથે સજ્જ કરશે. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના તમામ વર્ગોને આ પહેલમાં સહભાગી થવા અને યુવાનોને આ તકનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી માટે આયોજન:મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, 1723 મતદાન મથકો પર વહીવટી તંત્રની આખરી તૈયારીઓ પૂર્ણ
    Next Article
    Mansukh Vasava News | સાંસદ મનસુખ વસાવાનો AAPના ગઢમાં હુંકાર | Sthanik Swaraj Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment