Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બે અલગ ઘટના:ભરતનગર ક્વાર્ટરમાં યુવાનનો આપઘાત, જાંબુડીયામાં આધેડ ઊંચાઈએથી પટકાતા મોત

    16 hours ago

    મોરબી જિલ્લામાં જુદા જુદા બે બનાવોમાં એક યુવાન અને એક આધેડનું મૃત્યુ થયું છે. ભરતનગર પાસે કારખાનાના ક્વાર્ટરમાં એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે જાંબુડીયા નજીક કારખાનામાં ઊંચાઈ પરથી પટકાતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી-માળીયા હાઈવે રોડ પર આવેલા ભરતનગર ગામની સીમમાં લેમિકોન કંપનીના લેબર ક્વાર્ટરમાં આ ઘટના બની હતી. રોહિતભાઈ પપ્પુભાઈ સિંગર (ઉંમર 19), જે મજૂરી કામ કરતા હતા, તેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો. રમેશભાઈ ભુરીયા તેમને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં, મૂળ મોરબીના ત્રાજપર વિસ્તારના અને હાલ રફાળેશ્વર ગામના મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ જીવણભાઈ કુંવરિયા (ઉંમર 51)નું મૃત્યુ થયું હતું. તેઓ મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન કોઈ કારણસર તેઓ ઉપરથી નીચે પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરાતા, પોલીસે કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડુમસના કરોડોના પ્લોટ પચાવી પાડવાનું કૌભાંડ:બોગસ સહી અને નકલી સોદાચીઠ્ઠી બનાવી છેતરપિંડી આચરનાર મોહશીન પઠાણ જેલના સળિયા પાછળ
    Next Article
    રાષ્ટ્રપતિ મુર્મુએ પદ્મશ્રી પરેશ રાઠવાનું સન્માન કર્યું:દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં કલાકારોના વર્કશોપમાં 13 કલાકારોએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment