Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસના કરોડોના પ્લોટ પચાવી પાડવાનું કૌભાંડ:બોગસ સહી અને નકલી સોદાચીઠ્ઠી બનાવી છેતરપિંડી આચરનાર મોહશીન પઠાણ જેલના સળિયા પાછળ

    15 hours ago

    ડુમસ સુલતાનાબાદ વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના પેંતરાનો સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ પર્દાફાશ કર્યો છે. ફરિયાદીના પ્લોટની બોગસ સોદાચીઠ્ઠી બનાવી, નકલી સહીઓ કરી અને જમીન અન્યને વેચાણ કરવાના ઈરાદે છેતરપિંડી આચરનાર રીઢા આરોપી મોહશીન કાદરમીયા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસ તેજ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. ફરિયાદીની જાણ બહાર ખેલાયો પ્લોટ હડપવાનો ખેલ આ સમગ્ર મામલાની વિગત મુજબ, ફરિયાદી મોહમદ નઝીર અબ્દુલહય ખાન નાઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની સુલતાનાબાદ ખાતે આવેલી કિંમતી જમીન અને પ્લોટ હડપવા માટે આરોપી મોહશીન પઠાણ અને ઐયુબ સામીયા મલેકે એક વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ ફરિયાદી અને સાહેદોની જાણ બહાર તેમની બોગસ સહીઓ કરી નકલી સોદાચીઠ્ઠી તૈયાર કરી હતી. આ સોદાચીઠ્ઠીના આધારે પ્લોટો અન્ય ત્રાહિત વ્યક્તિઓને વેચાણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેની જાણ ફરિયાદીને થતા તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આઈડી કાર્ડના ફોટા મેળવી પાસપોર્ટ સાઈઝના ફોટા બનાવ્યા આરોપીઓની ગુના કરવાની પદ્ધતિ અત્યંત ચાલાકીભરી હતી. મુખ્ય આરોપી મોહશીન પઠાણ ફરિયાદીના જમાઈ મહેદી હશન પાસે મુંબઈ ખાતે ગયો હતો. ત્યાં વિશ્વાસમાં લઈને ફરિયાદી તથા અન્ય પ્લોટ માલિકોના ઓળખના પુરાવાના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટાનો દુરુપયોગ કરી પાસપોર્ટ સાઈઝના ફોટા તૈયાર કર્યા હતા અને તેનો ઉપયોગ ઐયુબ સામીયા મલેકના નામે બનાવેલી બોગસ સોદાચીઠ્ઠીમાં કર્યો હતો. આ રીતે ડિજિટલ ડેટાનો દુરુપયોગ કરી આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. દૈનિક પત્રોમાં ખોટી નોટિસ આપી જનતાને છેતરવાનો પ્રયાસ જમીન કાયદેસર રીતે વેચાણ થઈ રહી છે એવું સાબિત કરવા માટે આરોપીઓએ અખબારોનો પણ સહારો લીધો હતો. આરોપીઓએ તારીખ 08/02/2025 ના રોજ દૈનિક પેપરમાં મિલકત વેચાણ અંગેની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી હતી. આ નોટિસના આધારે અન્ય પાર્ટીઓ પાસે જઈ વિશ્વાસ કેળવી પ્લોટો વેચવા માટેના સોદા કરી પૈસા મેળવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદીએ વર્ષ 2012માં જે એસ એમ હોટલ્સ પ્રા. લી. પાસેથી દસ્તાવેજ કરી આ પ્લોટો ખરીદ્યા હતા, જેની ઉપર આરોપીઓએ નજર બગાડી હતી. આરોપીની ધરપકડ અને પોલીસ રિમાન્ડની કાર્યવાહી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ગંભીરતા જોતા તપાસ પો.સ.ઇ. વાય.જી. ગીરનારને સોંપવામાં આવી હતી. એસીપી ઇકોસેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી મોહશીન પઠાણ (રહે. અનાવલ, મહુવા) ને ઝડપી પાડ્યો છે. આરોપીને તારીખ 22/04/2026 ના રોજ સાંજે અટક કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ રજૂ કરી આરોપીના તારીખ 24/04/2026 ના બપોરે 15:00 કલાક સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેથી આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની વિગતો મેળવી શકાય.
    Click here to Read More
    Previous Article
    અંતિમ ઘડીના પ્રચારમાં ગરમાયું રાજકારણ:ચૂંટણીના દિવસે ગરમી ભૂક્કા બોલાવશે, પરમિટ ધારકોને દારુ મોંઘો પડશે, ત્રણ વર્ષની બાળકી સાથે હેવાનિયત
    Next Article
    મોરબીમાં બે અલગ ઘટના:ભરતનગર ક્વાર્ટરમાં યુવાનનો આપઘાત, જાંબુડીયામાં આધેડ ઊંચાઈએથી પટકાતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment