Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતિમ ઘડીના પ્રચારમાં ગરમાયું રાજકારણ:ચૂંટણીના દિવસે ગરમી ભૂક્કા બોલાવશે, પરમિટ ધારકોને દારુ મોંઘો પડશે, ત્રણ વર્ષની બાળકી સાથે હેવાનિયત

    13 hours ago

    પ્રચારની અંતિમ ઘડીઓમાં ગરમાયું રાજકારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે છેલ્લી ઘડીનો પ્રચાર..અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો બાપુનગર અને ઇન્ડિયા કોલોનીમાં રોડ શો યોજ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણીપંચના પરિપત્ર સામે કોંગ્રેસનો મોરચો કોંગ્રેસે ચૂંટણી પંચના એક પરિપત્ર સામે મોરચો માંડ્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ એજન્ટ બની શકશે, જે લોકશાહીનું ચીરહરણ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ભાજપનું ગુલામ નથી:મનીષ સિસોદિયા રાજકોટમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર પ્રહાર કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હરીફને ફસાવવા પોતાના પર ફાયરિંગનું નાટક કર્યું ઉનામાં આપના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ મામલે ઘટસ્ફોટ . એફએસએલ તપાસમાં ફાયરિંગ ન થયું હોવાનું સામે આવ્યું...બાંભણિયાએ આ નાટક હરીફ ઉમેદવારને હરાવવા કર્યું હતું.. બાંભણિયા પાસેથી કારતુસ મળતા, આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના ઉમેદવારના ભાજપ પર ગંભીર આક્ષેપ સુરતના આપના ઉમેદવારે ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ .. વીડિયો બનાવી રડતા રડતા કહ્યું ભાજપના કાર્યકરો પ્રચાર ન કરવા માટે દબાણ કરે છે. પ્રચારમાં જઈશ તો ઘરેથી ઉંચકી જઈ, એઆઈથી ગંદા વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરમિટ ધારકોને દારૂ પીવો મોંઘો પડશે ગુજરાતમાં પરમિટવાળા વિદેશી દારુના ભાવમાં ફેરફાર..દારૂના વેચાણ અને આયાત પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પોલીસ વિભાગે 2026-27 માટેનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અજાણ્યા વાહનની ટક્કરે એક જ પરિવારના ત્રણનાં મોત વિરમગામના કમીજલા પાસે અજાણ્યા વાહને બાઈકે ટક્કર મારતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ વર્ષની બાળકી સાથે હેવાનિયત સુરતના સારોલીમાં ત્રણ વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ કર્યું...માતાએ આરોપી મોજબ્બીરને રંગેહાથ ઝડપી પાડ્યો અને લોકોએ તેને મેથીપાક ચખાડ્યો.પોલીસે આરોપીની ધરપકડ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરીક્ષા પૂરી થતાં જ વિદ્યાર્થિનીનો આપઘાત મહેસાણા વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી..ગઈકાલે જ પરીક્ષા પૂર્ણ થઈ અને આજે વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રુમમાં અંતિમ પગલું ભરી લીધું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આકરા તાપમાં શેકાવા તૈયાર રહેજો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સિંહે શિકાર છોડી મહિલા પાછળ દોટ મૂકી, VIDEO:લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં લોકોની ચીસાચીસથી ગામ ગુંજ્યું
    Next Article
    ડુમસના કરોડોના પ્લોટ પચાવી પાડવાનું કૌભાંડ:બોગસ સહી અને નકલી સોદાચીઠ્ઠી બનાવી છેતરપિંડી આચરનાર મોહશીન પઠાણ જેલના સળિયા પાછળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment