Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં મતદાન માટે વહીવટી તંત્રની અપીલ:મતદાન જાગૃતિ ફેલાવવામાં સહયોગ આપવા ખાસ અનુરોધ

    11 hours ago

    દાહોદ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100 % મતદાન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરાયા છે. આ અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ નાગરિકોને લોકશાહીના આ પર્વને અન્ય તહેવારોની જેમ જ ઉજવવા અપીલ કરી હતી. તેમણે લોકતંત્રની મજબૂતી માટે પત્રકારોને ચોથા સ્તંભ તરીકે પોતાની જવાબદારી નિભાવવા અને મતદાન જાગૃતિ ફેલાવવામાં સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ચૂંટણી પ્રક્રિયા અંગે પત્રકારોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં અને નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. તેમણે પત્રકારોને અપીલ કરી હતી કે, લોકશાહીના આ પર્વમાં કોઈ પણ પ્રકારની અફવા, અધૂરી વિગત કે ખોટી માહિતી ન ફેલાય અને સમાચારની ખરાઈ કર્યા બાદ જ પ્રસિદ્ધ થાય તેની જવાબદારી સૌની છે. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, નાયબ માહિતી નિયામક રાજકુમાર જેઠવા, અન્ય ચૂંટણી અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અધિકારીઓ અને પત્રકારો વચ્ચે સકારાત્મક સંવાદ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    શાંતિપૂર્ણ મતદાન માટે ગાંધીનગર પોલીસ સજ્જ:જિલ્લામાં 2600 સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત, 8 DYSP સહિત સ્પેશિયલ યુનિટ્સ સુરક્ષાનું સુકાન સંભાળશે
    Next Article
    સુરતના પાંડેસરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ:ગણેશ નગર પાસે પીવાના પાણીની પાઈપલાઈન ફાટતા  રસ્તા પર જામ્યો વોટર પાર્ક જેવો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment