Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના પાંડેસરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ:ગણેશ નગર પાસે પીવાના પાણીની પાઈપલાઈન ફાટતા  રસ્તા પર જામ્યો વોટર પાર્ક જેવો માહોલ

    9 hours ago

    ભર ઉનાળે જ્યારે સુરતના અનેક વિસ્તારો પાણીની અછત અને લો-પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાંડેસરાના ગણેશ નગર વિસ્તારમાં મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. કલાકો સુધી પાણીનો બગાડ થવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક મરામત ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રસ્તા પર 'વોટર પાર્ક' જેવો માહોલ ગણેશ નગર સોસાયટી પાસે મુખ્ય રસ્તા પરથી પસાર થતી પાઈપલાઈનમાં પ્રેશર વધુ હોવાને કારણે પાણીના ઉંચા ફુવારા ઉડવા લાગ્યા હતા. રસ્તા પર વહેતા આ પાણીમાં બાળકો અને યુવાનો નાહવાની મોજ માણતા નજરે પડ્યા હતા, જ્યારે કેટલાક વાહનચાલકો આ કિંમતી પાણીથી પોતાની ગાડીઓ ધોતા જોવા મળ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે શુદ્ધ કરવામાં આવેલું પીવાનું પાણી રસ્તા પર વેડફાતા પાલિકાની 'પાણી બચાવો' ઝુંબેશ સામે સવાલો ઉઠ્યા છે. હજારો પરિવારોના પાણી પુરવઠા પર સીધી અસર કલાકો સુધી હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું હોવા છતાં હાઈડ્રોલિક વિભાગ દ્વારા સમયસર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહોતી. પાંડેસરા જેવા ગીચ વિસ્તારની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી હજારો પરિવારોના પાણી પુરવઠા પર સીધી અસર પડી છે. શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે ત્યારે પાણીનો આવો બગાડ ગંભીર ચિંતાનો વિષય છે. આ ઘટના કનેક્શનમાં લીકેજને કારણે બની સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના કોઈ કનેક્શનમાં લીકેજને કારણે બની છે. ઝોનના અધિકારીઓને રિપેરિંગ માટે સ્થળ પર મોકલવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં મતદાન માટે વહીવટી તંત્રની અપીલ:મતદાન જાગૃતિ ફેલાવવામાં સહયોગ આપવા ખાસ અનુરોધ
    Next Article
    Raghav Chadha To Join BJP, Says 2/3rds Of AAP Rajya Sabha MPs Also Merging

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment