Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતિપૂર્ણ મતદાન માટે ગાંધીનગર પોલીસ સજ્જ:જિલ્લામાં 2600 સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત, 8 DYSP સહિત સ્પેશિયલ યુનિટ્સ સુરક્ષાનું સુકાન સંભાળશે

    12 hours ago

    ગાંધીનગર જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં 2600થી વધુ સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગે મોટા પાયે ફોર્સની ફાળવણી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગે મોટા પાયે ફોર્સની ફાળવણી કરી છે. સંવેદનશીલ મથકો અને પેટ્રોલિંગ સંવેદનશીલ મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ રણનીતિ ઘડવામાં આવી છે. જિલ્લામાં 57 પોલીસ મોબાઈલ વાન સતત પેટ્રોલિંગ કરશે. દરેક મોબાઈલ રૂટમાં 4 થી 5 સંવેદનશીલ બૂથનો સમાવેશ કરાયો છે, જેથી ત્યાં વારંવાર નિરીક્ષણ કરી શકાય અને મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે. EVM અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા શનિવાર સવારથી જ પોલીસ સુરક્ષા હેઠળ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ને સ્ટ્રોંગ રૂમથી મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ થશે. તમામ તાલુકા મથકોના સ્ટ્રોંગ રૂમ ખાતે હાલ 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ EVM ને ફરી સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં લવાશે અને 28મી એપ્રિલના રોજ યોજાનારી મતગણતરી માટે પણ કાઉન્ટિંગ સેન્ટરો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, 'તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદારો કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ પર્વને સફળ બનાવે તેવી મારી અપીલ છે.' આગામી રવિવારે યોજાનારા મતદાનને લઈને સમગ્ર જિલ્લામાં પોલીસ છાવણી જેવો માહોલ છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાકુંજ સ્કૂલમાં મતદાન જાગૃતિનો અનોખો પ્રયોગ:વિદ્યાર્થીઓએ કલર અને કૂંચીથી EVM અને મતદાનના ચિત્રો દોરી નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા કરી અપીલ
    Next Article
    દાહોદમાં મતદાન માટે વહીવટી તંત્રની અપીલ:મતદાન જાગૃતિ ફેલાવવામાં સહયોગ આપવા ખાસ અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment