Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીમાં એજન્ટની નિમણૂક અંગે પરિપત્રને લઇ કોંગ્રેસનો વિરોધ:મતદાન મથકમાં બુથની અંદર એજન્ટ તરીકે અપરાધીઓ પણ બેસી શકશે, ગુજરાત ગુંડાઓના હવાલે થઇ ગયું : હેમાંગ વસાવડા

    17 hours ago

    રાજ્યના ચૂંટણી આયોગના સચિવ આર.જી.ગોહિલ દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રની અંદર ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીમાં મતદાન અને મતગણતરી સમયે એજન્ટની નિમણુંક કરવા બાબત પરિપત્ર જાહેર કરી તેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરિપત્રનો વિરોધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અગાઉના નિયમ મુજબ ચૂંટણી એજન્ટ પર કોઈ ગુનો નોંધાયેલ હોવો જોઈએ નહિ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવો જોઈએ નહિ અંગેની જોગવાઈ રદ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વય પણ ચૂંટણી એજન્ટ તરીકે કામ કરી શકશે. ગુજરાત ગુંડાઓના હવાલે થઇ ગયું છે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ગુંડાઓના હવાલે થઇ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે રાજ્યના ચૂંટણી આયોગના સચિવ આર.જી.ગોહિલ દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રની અંદર ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીમાં મતદાન અને મતગણતરી સમયે એજન્ટની નિમણુંક કરવા બાબત પરિપત્ર જાહેર કરી તેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અગાઉના નિયમ મુજબ ચૂંટણી એજન્ટ પર કોઈ ગુનો નોંધાયેલ હોવો જોઈએ નહિ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવો જોઈએ નહિ અંગેની જોગવાઈ રદ કરવામાં આવે છે. ગુનેગારને બેસાડી ચૂંટણીમાં મત ચોરવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે તેમને વધુમાં જણાવ્યું હતું કે, અપરાધીઓ, સજા પામેલા, ખૂન કેસ, બળાત્કાર, ખંડણી જેવા કેસના ગુનેગારો મતદાન મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે તેવો આ પરિપત્રનો સીધો અર્થ થાય છે. જનમત ખસકી જતા હાર ભાળી ગયેલી ભાજપ સરકાર ગુંડાઓ અને અપરાધીઓના શરણે ગઈ છે. દાગી અને ગુનેગાર લોકોને એજન્ટ તરીકે બેસાળી ચૂંટણીમાં મત ચોરવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. લોકશાહી માટે આ અત્યંત કલંક રૂપ ઘટના છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આનો વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ભાજપના ભ્રષ્ટાચારી શાસન નીચે જ ચાલતું હોય એવું લાગે છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ત્યારથી હાર ભાળી ગયેલી ભ્રસ્ટાચારી ભાજપ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ઉમેદવારોને ડરાવવા ધમકાવવા, ફોર્મ પાછા ખેંચાવવા ચૂંટણી બિનહરીફ કરી લોકશાહીનું ચીરહરણ કરી રહી છે. રાજકોટમાં આવા પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા ન મળતા રાતોરાત ચૂંટણી પંચની મદદથી ગેરવ્યાજબી નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં ગુનેગારો ચૂંટણી એજન્ટ તરીકે બેસી શકશે એવો નિર્ણય કર્યો છે જેની સામે અમારો વિરોધ છે. ચૂંટણી પંચ ભાજપના ભ્રસ્ટાચારી શાસન નીચે જ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મેન્યુઅલ સ્ક્વેન્જિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:હાઇકોર્ટે કહ્યું- લોકોમાં સંવેદનશીલતા જરૂરી, ગટર સફાઈ માટે રાજ્યમાં નવા 49 જેટિંગ અને 102 ડિસિલ્ટિંગ મશીન આવ્યા
    Next Article
    તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2200થી વધુ જવાનો તહેનાત:77 બોડીવોર્ન કેમેરા સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment