Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેન્યુઅલ સ્ક્વેન્જિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:હાઇકોર્ટે કહ્યું- લોકોમાં સંવેદનશીલતા જરૂરી, ગટર સફાઈ માટે રાજ્યમાં નવા 49 જેટિંગ અને 102 ડિસિલ્ટિંગ મશીન આવ્યા

    15 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરિવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ પર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજીના પગલે જ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાઈ ગયું છે તો જવાબદાર સ્થાનિક ઓથોરિટીના અધિકારીઓ પર આવા બનાવમાં ફરિયાદ નોધાઇ રહી છે. મેન્યુઅલ્સ સ્કેવેન્જીંગ રોકવા માટે નવા મશીનોના ઓર્ડર અપાયા હાઇકોર્ટમાં આ અંગે આજે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલે કહ્યું હતું કે, મેન્યુઅલ્સ સ્કેવેન્જીંગ રોકવા માટે 60 નવા જેટિંગ અને 133 ડિસિલ્ટિંગ મશીનોના ઓર્ડર અપાયા છે. જે પૈકી 49 જેટિંગ અને 102 ડિસિલ્ટિંગ મશીન આવી ચૂક્યા છે. બાકીના મશીન 5 મે સુધીમાં આવી જશે. રાજ્યની 151 નગરપાલિકાઓ મેન્યુઅલ સ્કેવેન્જીંગ મુક્ત બની છે. આ મશીનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 5 મે સુધીમાં બાકીના મશીન પણ આવી જશે. સમાજમાં જાતિ વ્યવસ્થાને લઈને માનસિકતા બદલાવાની જરૂર હાઇકોર્ટે ટોયલેટ સફાઈ અને મેન્યુઅલ સ્કેવનજિંગ મુદ્દે લોકોએ સંવેદનશીલ બનવા ટિપ્પણી કરી છે. આ અંગે વધુ સુનવણી જુલાઈ મહિનામાં યોજાશે. આ મશીનરી કોન્ટ્રાક્ટ દ્વારા માણસો તેને ચલાવશે. પરંતુ મશીનરી ઓથોરિટી હસ્તક રહેશે. રાજ્યની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની મશીનરી લાવી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે સોસાયટી જાતે માણસને બોલાવીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવી શકે નહીં. આ કામ કોર્પોરેશનનું છે. તેને યોગ્ય પદ્ધતિથી કામ કરવાની ખબર હોય. આ એક સામાજિક પ્રશ્ન છે, સમાજમાં જાતિ વ્યવસ્થાને લઈને માનસિકતા બદલાવાની જરૂર છે. લોકોને જાગરૂક કરવાની જરૂર છે. કોન્ટ્રાક્ટરના વર્કને કોણ મોનિટર કરશે? અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે, નાની મ્યુનિસિપાલિટી પાસે જરૂરી મશીનો હોવા જ જોઈએ. જે મહાનગરપાલિકાઓ કે નગર પાલિકાઓ ગટર સફાઈનું કામ કોન્ટ્રાકટરને સોંપે છે પરંતુ, બધું કોન્ટ્રાકટર પર ઢોળી ના દેવાય, કોન્ટ્રાક્ટરના વર્કને કોણ મોનિટર કરશે? સરકારી ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારી વકીલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ આ કામ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. દર ત્રણ મહિને કામગીરીનો રીપોર્ટ મંગાવાય છે.
    Click here to Read More
    Previous Article
    CJI બોલ્યા- બંગાળનો મતદાર ટર્નઆઉટ જોઈને ખૂબ ખુશ છું:SIR યાદીમાંથી બહાર ચૂંટણી અધિકારીઓની અરજી પર કહ્યું- આ વખતે મત આપી શકશે નહીં
    Next Article
    ચૂંટણીમાં એજન્ટની નિમણૂક અંગે પરિપત્રને લઇ કોંગ્રેસનો વિરોધ:મતદાન મથકમાં બુથની અંદર એજન્ટ તરીકે અપરાધીઓ પણ બેસી શકશે, ગુજરાત ગુંડાઓના હવાલે થઇ ગયું : હેમાંગ વસાવડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment