Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2200થી વધુ જવાનો તહેનાત:77 બોડીવોર્ન કેમેરા સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

    19 hours ago

    તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કુલ 2200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. આ બંદોબસ્તમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ વધારાનું ફોર્સ મંગાવવામાં આવ્યું છે. કુલ 1830 જવાનોમાં 1 SP, 3 DYSP, 18 PI, 26 PSI અને 685 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરત શહેર, વેસ્ટર્ન રેલવે, 183 LRD તાલીમાર્થીઓ સાથે SRPFની 2 પ્લાટૂન અને 2 સેક્શન પણ તૈનાત રહેશે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે 9 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ કાર્યરત કરાઈ છે. ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે પોલીસ વિભાગ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. સંવેદનશીલ બૂથ અને બિલ્ડિંગો પર નિરીક્ષણ માટે 77 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. વ્યારા અને સોનગઢ ટાઉન વિસ્તાર સહિત આંતરરાજ્ય ચેકપોસ્ટ પર CCTV કેમેરા દ્વારા કમાન્ડ કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓની ગાડીઓને ગેસગન, રસ્સો, લાઠી અને હેલ્મેટ જેવા એન્ટીરાયોટીંગ સાધનોથી સજ્જ કરવામાં આવી છે. તાપી જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલો હોવાથી સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. મહારાષ્ટ્ર સરહદ પર કુલ 7 આંતરરાજ્ય ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં સતત વાહન ચેકિંગની કામગીરી ચાલુ છે. જિલ્લામાં કુલ 60 સેક્ટર મોબાઈલ અને 60 રિકવીઝીટ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. જિલ્લામાં કુલ 8 સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં SRPFના અડધા સેક્શન જવાનો તૈનાત રહેશે. હાલની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ફરજ પરના પોલીસ કર્મચારીઓ અને મતદારોના સ્વાસ્થ્ય માટે ORS અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તાપી પોલીસ પ્રશાસને નાગરિકોને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં એજન્ટની નિમણૂક અંગે પરિપત્રને લઇ કોંગ્રેસનો વિરોધ:મતદાન મથકમાં બુથની અંદર એજન્ટ તરીકે અપરાધીઓ પણ બેસી શકશે, ગુજરાત ગુંડાઓના હવાલે થઇ ગયું : હેમાંગ વસાવડા
    Next Article
    હવે ટ્રાફિક કન્ટ્રોલ પણ AIથી થશે:વાહનોની સંખ્યા જોઇ આપોઆપ સિગ્નલના સમયમાં વધારો-ઘટાડો કરી દેશે, અમદાવાદના 131 જંકશન સજ્જ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment