Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ટ્રાફિક કન્ટ્રોલ પણ AIથી થશે:વાહનોની સંખ્યા જોઇ આપોઆપ સિગ્નલના સમયમાં વધારો-ઘટાડો કરી દેશે, અમદાવાદના 131 જંકશન સજ્જ થશે

    2 days ago

    ઘણીવાર ચાર રસ્તાએ વાહન ન હોવા છતાં રેડ સિગ્નલ પર ઊભા રહેવું પડે છે. અથવા જ્યાં સિગ્નલ ખૂલ્યું હોય ત્યાં વાહન ન હોવા છતાં કાઉન્ટ ડાઉન પૂરો થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. સામાન્ય દિવસોમાં ચાલે, પરંતુ ધોમધખતા તાપમાં ઊભા રહેવું મુશ્કેલ બને છે. હવે આ સમસ્યા ભૂતકાળ બનશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ AI આધારિત સિગ્નલ બનાવી રહી છે. વાહન ન હોય તો સિગ્નલ આપોઆપ ખૂલી જશે. અમદાવાદમાં AI સંચાલિત ટ્રાફિક સિગ્નલો ઊભા કરાયા પ્રાયોગિક ધોરણે શહેર ટ્રાફિક પોલીસે સેટેલાઇટ વિસ્તારમાં AI સંચાલિત સિગ્નલો ઊભા કર્યા છે. તેમાં વાહન મુજબ ટાઇમિંગ બદલાય છે. શિવરંજની ચાર રસ્તા પર સામાન્ય 45 સેકન્ડનું ટાઇમિંગ છે, પરંતુ વાહનો ઓછાં હોય તો ટાઇમર આપોઆપ વધ-ઘટ કરે છે. તેથી અન્ય જગ્યાના વાહનચાલકોને તડકામાં ઊભા રહેવું ઓછું પડે છે. આ AI બેઇઝ્ડ સિગ્નલ વિશે દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેર ટ્રાફિક બ્રાંચના નાયબ પોલીસ કમિશનર (વહીવટ) ચિરાગ પટેલ સાથે વાતચીત કરી હતી તેઓ કહે છે કે, ટેકનોલોજી સાથે અપડેટ થવું જરૂરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ એ દિશામાં આગળ વધી રહી છે. હાલ બે કોરિડોર નક્કી થયા છે. કોરિડોર-2 નહેરુનગરથી ઇસ્કોન ક્રોસ રોડ સુધી છે. તેમાં નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન સર્કલનો સમાવેશ થાય છે. આ જંકશન પર AI બેઇઝ્ડ કેમેરા લગાવાયા છે. કેમેરા વાહનોનું પ્રમાણ માપે છે અને તેના આધારે ટાઇમિંગ બદલાય છે. જ્યાં વાહન વધારે હોય ત્યાં સિગ્નલ વધારે સમય ખૂલ્લું રહે છે અને જ્યાં ઓછા હોય ત્યાં સમય ઘટે છે. હાલમાં શહેરના 131 જંક્શન્સ પર કેમેરા ઇન્સ્ટોલ થયા છે. કેટલીક જગ્યાએ બ્રિજ અને AMCના મેન્ટેનન્સના કામને કારણે કેટલાક કેમેરા ટેમ્પરરી ખસેડાયા છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઇને વધારાના જંક્શનો કાર્યરત કરવાની રજૂઆત પણ મોકલાય છે. તેઓ કહે છે કે AI બેઇઝ્ડ સિગ્નલનું કારણ એ છે કે મોટાભાગના સિગ્નલ પર ટાઇમિંગ ફિક્સ છે. વાહન હોય કે ના હોય, ફિક્સ સમય સુધી ઊભા રહેવું પડે છે. તેથી સમય બગડે અને અકળામણ થાય છે. તેઓ ઉદાહરણ આપે છે કે 30 સેકન્ડનો મેક્સિમમ ટાઇમ હોય અને વાહન ઓછાં હોય તો 12 સેકન્ડ પછી રાહ જોવાની જરૂર નથી. AI બેઇઝડ કેમેરા આ જ કામ કરશે. દરેક વખતે વ્હિકલ ડેન્સિટીના આધારે ટાઇમ બદલાશે અને સમય બચશે. ‘તમામ સિગ્નલો AI બેઇઝડ કરવાનું પ્લાનિંગ ’ અત્યારે 10 જંક્શન્સ AI બેઇઝડ કરાયા છે. તમામ જંક્શનને AI બેઇઝડ કરવામાં સમય લાગશે. આ કામ તાત્કાલિક નહીં થાય. અમદાવાદમાં 1.25 કરોડ લોકો અને 75 લાખ વાહનો છે, જેની સંખ્યા વધી રહી છે. તેથી આ સતત ચાલતું આયોજન છે. પ્રોજેક્ટને વિસ્તારી તમામ સિગ્નલો AI બેઇઝડ કરવાનું પ્લાનિંગ છે. તેમણે કહ્યું કે જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર જંકશન પર બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિક ઓછો હોવાથી સિગ્નલ બ્લીન્કર મોડ પર રાખાય છે. બાકી સમયે કેમેરા AIથી સંચાલિત થાય છે. આમ, આ પગલાંથી વાહનચાલકોનો સમય બચે છે. સાથે ટ્રાફિક જામ અને તાપમાં ઊભા રહેવાની ઝંઝટથી મુક્તિ મળે છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2200થી વધુ જવાનો તહેનાત:77 બોડીવોર્ન કેમેરા સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
    Next Article
    From breaking racquet at Swiss, to Thomas Cup avenging: Importance of Brian Yang in Ayush Shetty’s career

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment