Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના યુવા નેતા બાલુ ઘાટીયા ભાજપમાં જોડાયા:વેરાવળમાં વિજય વિશ્વાસ સંમેલન, ચુડાસમાએ વિકાસના મુદ્દે મત માંગ્યા

    2 days ago

    વેરાવળ નગરપાલિકા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. આ માહોલ વચ્ચે ભાજપે વેરાવળના ટાવર ચોક ખાતે "વિજય વિશ્વાસ સંમેલન" યોજ્યું હતું. આ સંમેલનમાં લોકગાયક યોગેશદાન ગઢવી અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન કોંગ્રેસના યુવા નેતા બાલુ ઘાટીયા ભાજપમાં જોડાયા હતા. આગેવાનોએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ સભાને સંબોધતા વિકાસના મુદ્દે મતદારોને આહ્વાન કર્યું હતું. તેમણે "ચોરવાડ મોડલ"ને વેરાવળમાં ફરીથી અમલમાં લાવવાની અપીલ કરી. ચુડાસમાએ ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકર્તાઓને સમજાવતા કહ્યું કે, "પાર્ટી મોટી બનતા દાવેદારો વધે છે. દરેકને સંતોષ આપવો શક્ય નથી, પરંતુ ભાજપ વફાદાર કાર્યકરોની કામગીરીની નોંધ રાખે છે અને યોગ્ય સમયે સન્માન પણ કરે છે." તેમણે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેઓ પણ એક સામાન્ય કાર્યકર્તા હતા અને આજે યુવા સાંસદ બની શક્યા છે. ચુડાસમાએ સુરક્ષા અને વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, "એક સમયે વેરાવળમાં કોમી તણાવની ઘટનાઓ બનતી હતી, પરંતુ 2001 પછી રાજ્યમાં ભાજપ સરકારે શાંતિ અને સુરક્ષાનો માહોલ બનાવ્યો છે." તેમણે ચોરવાડ પાલિકાનું ઉદાહરણ આપી વેરાવળના મતદારોને ભાજપને ફરી તક આપવા અપીલ કરી. અંતમાં, સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપને ગત વખત કરતાં વધુ બેઠકો મળશે. તેમણે કાર્યકર્તાઓને એકજૂટ થઈને કામ કરવા અને વેરાવળ પાલિકામાં ફરી કમળ ખીલવવા હાકલ કરી. ચુડાસમાએ મતદારોને ભાજપના ઉમેદવારોને જીતાડીને "સોમનાથ મહાદેવને અર્પણ" કરવાનો સંદેશ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    'મમતા દીદીના રાજમાં રોજગાર નથી':બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા સુરતથી વધુ એક ટ્રેન ફૂલ,ટ્રેનમાં 'પરિવર્તન'ના નારા ગુંજ્યા
    Next Article
    ગોધરા નગરપાલિકા ચૂંટણી: પ્રચારનો જંગ તેજ બન્યો:આકરી ગરમીમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment