Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મમતા દીદીના રાજમાં રોજગાર નથી':બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા સુરતથી વધુ એક ટ્રેન ફૂલ,ટ્રેનમાં 'પરિવર્તન'ના નારા ગુંજ્યા

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રથમ તબક્કાના બમ્પર વોટિંગ બાદ હવે બીજા તબક્કા માટે સુરતમાં વસતા બંગાળી શ્રમિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ખાસ 'સંતરાગાછી સ્પેશિયલ' ટ્રેન રવાના કરવામાં આવી છે. આ ટ્રેનમાં લગભગ 1300 જેટલા મતદારો પોતાના વતન પરત ફરી રહ્યા છે. સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આ શ્રમિકો માત્ર વતન નથી જઈ રહ્યા, પરંતુ લોકશાહીના પર્વમાં ભાગ લેવા અને રાજ્યમાં રાજકીય પરિવર્તન લાવવાના મક્કમ નિર્ધાર સાથે નીકળ્યા છે. ઉધના સ્ટેશન પર શ્રમિકોનો અનોખો મિજાજ મોડી રાત્રે જ્યારે ઉધના સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીમય બની ગયું હતું. 'જય શ્રી રામ' અને 'પરિવર્તન જોઈએ છે' ના નારા સાથે શ્રમિકોએ સ્ટેશન ગજવી મૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતમાં લાખોની સંખ્યામાં બંગાળી કારીગરો વસે છે, જેઓ હુગલી, મિદનાપુર અને હાવડા જેવા વિસ્તારોના મતદારો છે. આ શ્રમિકોનું કહેવું છે કે તેઓ ખાસ મતદાન કરવા માટે રજાઓ પાડીને જઈ રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા પણ ભીડને જોતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અઘટિત ઘટના ન બને. મમતા સરકાર સામે કારીગરોમાં રોષ ટ્રેનમાં બેઠેલા અનેક મતદારોએ પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શ્રમિકોનો એક જ સૂર હતો કે, "મમતા દીદીના રાજમાં સામાન્ય માણસ પરેશાન છે." સુરતમાં એમ્બ્રોઈડરીનું કામ કરતા સુજીત ઘોષે જણાવ્યું કે, "અમે કામ માટે હજારો કિલોમીટર દૂર ગુજરાત આવીએ છીએ કારણ કે ત્યાં રોજગારી નથી. હવે સમય આવી ગયો છે કે અમે વોટ આપીને આ સ્થિતિ બદલીએ." ઘણા મતદારોએ રાજ્યમાં થતી હિંસા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને આ વખતે ભાજપને મજબૂત વિકલ્પ તરીકે જોતા હોવાનું જણાવ્યું હતું. ખાસ ટ્રેન પાછળનું રાજકીય ગણિત સુરતથી રવાના થયેલી આ ટ્રેન પાછળ મોટું રાજકીય ગણિત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સુરત બંગાળી સમાજ અને સ્થાનિક સંગઠનોએ રેલવેને પત્ર લખીને આ સ્પેશિયલ ટ્રેનોની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સ્થાનિક એકમોએ શ્રમિકોને વતન જવામાં અને ટિકિટ કન્ફર્મેશનમાં મદદ કરી છે. મમતા બેનર્જીની પાર્ટી TMC એ આ મુદ્દે અગાઉ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે કે ભાજપ મતદારોને લલચાવવા સ્પેશિયલ ટ્રેનોનો ઉપયોગ કરી રહી છે. જોકે, શ્રમિકો આ બાબતને પોતાનો પવિત્ર અધિકાર ગણાવી રહ્યા છે. સુરતથી કોલકાતા સુધી પરિવર્તનની લહેર આ ટ્રેન વાયા ભૂસાવળ અને નાગપુર થઈને પશ્ચિમ બંગાળના સંતરાગાછી (કોલકાતા નજીક) પહોંચશે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં યુવાનોથી લઈને વૃદ્ધોનો સમાવેશ થાય છે. પ્રથમ ચરણમાં જે રીતે ઉત્સાહપૂર્વક મતદાન થયું છે, તેનાથી સુરતના શ્રમિકો પણ પ્રભાવિત છે. મતદારોનું માનવું છે કે જો સુરત જેવા શહેરોમાં શાંતિ અને વિકાસ થઈ શકે છે, તો બંગાળમાં કેમ નહીં? આ જ વિચારધારા સાથે તેઓ 'વોટ ફોર ચેન્જ' ના નારા સાથે આગળ વધી રહ્યા છે. આ 15 વર્ષમાં ખરાબ હાલત કરી દીધી સુનીલ મંડલાએ જણાવ્યું હતું કે, બંગાળમાં માહોલ કેવો છે અત્યારે પલટાવવો જોઈએ. ભાજપની સરકાર બનાવશે. બધા લોકોનો એક જ ટાર્ગેટ છે કે સરકાર પલટાવવી પડશે. જલ્દી-જલ્દી બંગાળની હાલત દીદીએ બહુ ખરાબ કરી દીધી છે. બહુ ચોરી, લૂંટફાટ, ગુંડાગીરી, આ નોકરી-ધંધા બધું ખતમ કરી દીધું છે. લોકોની નોકરી, કામ, જિંદગી બરબાદ કરી નાખી બધાની આ 15 વર્ષમાં. બંગાળમાં ભાજપ સરકાર બનાવશે તો કંપની, ફેક્ટરી બધું ખુલશે, કામધંધો ત્યાં મળી જશે. કેટલી હજારો ફેક્ટરીઓ બંધ થઈ ગઈ. જોયું છે? ઘણી ફેક્ટરીઓ બંધ છે. કામધંધા માટે પહેલા શું હતું કે ગુજરાતના બહારના લોકો કોલકાતા કામ કરવા માટે જતા હતા. અત્યારે કોલકાતાના લોકો બહાર, ઓછામાં ઓછા એક કરોડ લોકો ચાર-પાંચ રાજ્યોમાં કામ કરે છે. જુઓ, આ 15 વર્ષમાં બહુ ખરાબ હાલત કરી દીધી છે. અત્યારે જોયું છે ચોરી કરો, નોકરી ખાઓ, આવું કરો, તેવું કરો. લોકો તો મંત્રીઓ બધા જેલમાં છે, જેલમાં ઘૂસી ગયા છે. અત્યારે તો બહુ ભ્રષ્ટાચાર છે, ગુંડાગીરી તો ચાલે જ છે ત્યાં. દરેક વખતે, દરેક વખતે ચાલી રહ્યું છે. લોકો માટે શું કંઈ સમજ છે? કંઈ જ નથી. લોકો માટે કોઈ કામ છે બંગાળમાં? કંઈ જ નથી. એના માટે. બંગાળના લોકોને માર પણ પડે છે હાજી મુલ્લાએ જણાવ્યું હતું કે, બંગાળની ચૂંટણી છે, જો ચૂંટણી સારી થાય અને પરિવર્તન આવે તો સારું છે. અત્યારે તો અહીં 15 વર્ષથી એ જ છે. બીજું કોઈ આવશે અને સારું કામ કરશે એવું અત્યારે પરિવર્તન માની રહ્યા છે. બંગાળમાં ઘણા મજૂરો છે, લાખો લાખો મજૂરો છે, કોઈ મુંબઈ, કોઈ દિલ્હી, કોઈ ગુજરાત, કોઈ મહારાષ્ટ્ર એમ બધા બહાર છે. બંગાળમાં કોઈ કામ નથી. બધા અહીં આવે છે, ત્યાં બંગાળના લોકોને માર પણ પડે છે. એટલે બંગાળમાં બધા પરિવર્તન ઈચ્છી રહ્યા છે કે બીજી કોઈ સરકાર આવે તો સારું કામ મળે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા:કોઠંબા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસની ભવ્ય રેલી
    Next Article
    કોંગ્રેસના યુવા નેતા બાલુ ઘાટીયા ભાજપમાં જોડાયા:વેરાવળમાં વિજય વિશ્વાસ સંમેલન, ચુડાસમાએ વિકાસના મુદ્દે મત માંગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment