Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા:કોઠંબા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસની ભવ્ય રેલી

    2 days ago

    મહીસાગર જિલ્લાની કોઠંબા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં અંદાજે 50 જેટલા ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં અન્ય વાહનો જોડાયા હતા. લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતે ટ્રેક્ટર ચલાવીને રેલીમાં સામેલ થયા હતા. ધારાસભ્યના આ પગલાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો રેલીમાં જોડાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં કોંગ્રેસ દ્વારા કોઠંબા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના વિવિધ ગામોમાં આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. ટ્રેક્ટર રેલી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના પક્ષમાં માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાયો હતો.બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રચાર પ્રસારના અંતિમ ચરણમાં જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: બંદોબસ્તની ફાળવણી:આવતીકાલે સવારે EVM ડિસ્પેચિંગ, સાબરકાંઠામાં મતદાનની તૈયારીઓ
    Next Article
    'મમતા દીદીના રાજમાં રોજગાર નથી':બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા સુરતથી વધુ એક ટ્રેન ફૂલ,ટ્રેનમાં 'પરિવર્તન'ના નારા ગુંજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment