Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકા ચૂંટણી: પ્રચારનો જંગ તેજ બન્યો:આકરી ગરમીમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો

    2 days ago

    ગોધરા નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. આકરી ગરમી વચ્ચે પણ ઉમેદવારો અને કાર્યકરો મતદારોને રીઝવવા સક્રિય બન્યા છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગોધરામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગ દઝાડતી ગરમી અને બપોરના આકરા તાપની પરવા કર્યા વગર, ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો આ રેલીમાં જોડાયા હતા. આ રેલી ગોધરાના વિવિધ વોર્ડમાંથી પસાર થઈ હતી. ઉમેદવારોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જઈને પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવારો 'વિકાસના કામો' અને 'સ્થાનિક સમસ્યાઓના ઉકેલ'ના વાયદા સાથે મતદારો સુધી પહોંચી રહ્યા છે.હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ આક્રમક પ્રચાર મતદાનના દિવસે કેવા પરિણામો લાવે છે તે જોવું રહ્યું. ગોધરાના મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે, તે તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના યુવા નેતા બાલુ ઘાટીયા ભાજપમાં જોડાયા:વેરાવળમાં વિજય વિશ્વાસ સંમેલન, ચુડાસમાએ વિકાસના મુદ્દે મત માંગ્યા
    Next Article
    Bhavnagar Political News | પુરુષોતમ સોલંકીએ ભાજપના વિજય અભિયાનને નવી ગતિ આપી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment