Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારના ડરથી ખેસ-ઓઢણીથી એકબીજાને બાંધી આપઘાત કર્યાની આશંકા:સરણેજ પાસે નર્મદા મુખ્ય કેનાલમાંથી બોડેલીના યુવક અને સગીરાના મૃતદેહ મળ્યા

    2 days ago

    વડોદરા જિલ્લાના સરણેજ ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બોડેલીના ચોરનીયા ગામના 19 વર્ષીય યુવક અને એક સગીરાએ કેનાલના પાણીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. હૃદયદ્રાવક બાબત એ છે કે બંનેના મૃતદેહ એકબીજા સાથે ખેસ અને ઓઢણી વડે બંધાયેલી હાલતમાં મળી આવ્યા હતા. લગ્ન નહીં થાય તેવા ડરથી અંતિમ પગલું? જરોદ પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ, 22 એપ્રિલના રોજ બપોરે આશરે 1 વાગ્યે કેનાલના ગેટ પાસે બે મૃતદેહ પાણીમાં તરતા જોવા મળતા લોકટોળું ઉમટી પડ્યું હતું. પોલીસે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે, બંનેના મૃતદેહ એકબીજા સાથે ખેસ અને ઓઢણી વડે બંધાયેલા હતા. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક નીલેશ બારીયા અને સગીરા વચ્ચે પ્રેમસંબંધ હતો. ચાર-પાંચ દિવસ પહેલા બંને ઘરેથી ગુમ થયા હતા અને યુવક સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ પણ સ્થાનિક પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસને આશંકા છે કે, સમાજ અને પરિવાર બંનેના સબંધને સ્વીકારશે નહીં અને લગ્ન નહીં કરવા દે તેવા ડરથી બંનેએ મોતની છલાંગ લગાવી હોઈ શકે છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને બાદમાં પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ બંને પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો છે કે કોઈ અન્ય કારણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં હીરા સોલંકીની ગર્જના:‘બંગાળમાં પણ ગુજરાતના વિકાસની ઈર્ષ્યા થાય છે, કેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી ત્યાંથી નાળિયેર ફેંકે છે, એટલે મોટા કામો થાય છે’
    Next Article
    પાટણ નગરપાલિકાના 7 વિકાસ કામોને મંજૂરી:પ્રાદેશિક કમિશનરે સભ્યોના નામંજૂર ઠરાવોને રદ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment