Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં હીરા સોલંકીની ગર્જના:‘બંગાળમાં પણ ગુજરાતના વિકાસની ઈર્ષ્યા થાય છે, કેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી ત્યાંથી નાળિયેર ફેંકે છે, એટલે મોટા કામો થાય છે’

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાવનગરના કુંભારવાડામાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરા સોલંકીની અધ્યક્ષતામાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી. વોર્ડ નં. 2 અને 3ના ઉમેદવારો માટે પ્રચાર કરતા હીરા સોલંકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસગાથા રજૂ કરી વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. ​ધારાસભ્ય હીરા સોલંકીએ ​પોતાના સંબોધનમાં ભૂતકાળના સંઘર્ષોને યાદ કરી ભાવનગર સાથેના પોતાના ભાવનાત્મક સંબંધો વાગોળ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, મારા જાહેર જીવનની શરૂઆત ભાવનગરથી થઈ હતી અને આ શહેર સાથેનો મારો નાતો હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મારો પાંચ-પાંચ મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવ છે, પરંતુ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેવી સરળતા ક્યાંય જોઈ નથી. ભૂપેન્દ્રભાઈ અત્યંત સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા નેતા છે. જ્યારે કોઈ ધારાસભ્ય કે કાર્યકર રજૂઆત લઈને જાય ત્યારે તેઓ તાત્કાલિક લીલી પેનથી સહી કરી અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનો ઉકેલ લાવે છે. મોદી-શાહની જોડીનો ગુજરાતને સીધો લાભ હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે જે ઊંચાઈ પર છે તેની ઈર્ષ્યા બંગાળ જેવા રાજ્યોમાં થાય છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવી બે ગુજરાતીઓની જોડી બેઠી છે, જેનો સીધો લાભ રાજ્યને મળી રહ્યો છે. મોટા એરપોર્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ કે મોટી કંપનીઓ, બધું જ આજે ગુજરાતમાં આવી રહ્યું છે. વડાપ્રધાન ત્યાંથી વિકાસના નાળિયેર ફેંકે છે એટલે અહીં મોટા પ્રોજેક્ટ્સ સાકાર થાય છે. ‘ભાજપે શુદ્ધ પાણી આપી બીમારી સામે રક્ષણ આપ્યું’ ભાજપના શાસનમાં પાયાની સુવિધાઓમાં ક્રાંતિ ​ભૂતકાળની સરકારોની સરખામણી કરતા હીરા સોલંકીએ જણાવ્યું કે, ક્ષારવાળા પાણીને કારણે થતી કિડની અને પથરીની બીમારીઓ સામે ભાજપે શુદ્ધ પાણી આપી રક્ષણ આપ્યું છે. ગરીબો માટે રૂ.10 લાખ સુધીની મફત સારવારની વ્યવસ્થા કરી છે. ગામડાઓમાં 24 કલાક લાઈટ અને ખેડૂતોને ખેતરે-ખેતરે ટ્રાન્સફોર્મર (TC) આપીને અંધકાર દૂર કર્યો છે. નવી શાળાઓ બનાવી અને શિક્ષકોની ભરતી કરીને શિક્ષણનું સ્તર સુધાર્યું છે. ‘ગમે ત્યારે કામ હોય તો અચૂક ફોન કરજો’ ​આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ મહાનગરો અને નગરપાલિકાઓમાં ભાજપનો જ ભવ્ય વિજય થશે. તેમણે કુંભારવાડાના લોકોને અપીલ કરી હતી કે, તમારો એક મત રાષ્ટ્ર અને રાજ્યના વિકાસ માટે કિંમતી છે. કોઈ પણ દ્વિધા રાખ્યા વગર કમળના નિશાન પર સિક્કો મારી ભાજપના આઠે આઠ ઉમેદવારોને વિજયી બનાવો. ​અંતમાં તેમણે લોકોને ખાતરી આપી હતી કે, ગમે ત્યારે કામ હોય તો અચૂક ફોન કરજો, અમે હંમેશા તમારી પડખે ઊભા રહીશું. મહાનગરપાલિકા અને રાજ્યમાં ભાજપની જ સરકાર બનશેઃ વાઘાણી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ સભાને સંબોધતા હતું કે, ​કુંભારવાડામાં અગાઉ ખુલ્લી ગટર અને ચોમાસામાં હાલાકી ભોગવવી પડતી હતી, જે સમસ્યાઓ ભાજપ શાસનમાં દૂર કરાઈ છે. ​કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર છે, કારણ કે જનતાએ તેમને સ્વીકાર્યા નથી. ​કેન્દ્રની આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબોને રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર મળી રહી છે. ​તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 7મી વાર મહાનગરપાલિકામાં અને 8મી વાર રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે.
    Click here to Read More
    Previous Article
    શાહ બોલ્યા-મમતાના ગુંડાઓને ઊંધા લટકાવીને સીધા કરીશું:ચૂંટણી પંચની નોટિસ પર કોંગ્રેસે કહ્યું- કાર્યવાહી દુર્ભાવનાથી પ્રેરિત છે
    Next Article
    પરિવારના ડરથી ખેસ-ઓઢણીથી એકબીજાને બાંધી આપઘાત કર્યાની આશંકા:સરણેજ પાસે નર્મદા મુખ્ય કેનાલમાંથી બોડેલીના યુવક અને સગીરાના મૃતદેહ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment