Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખ્યાતિનો ફોન એફએસએલમાં મોકલાયો:ખ્યાતિ કેજરીવાલ આપઘાત કેસ માતા-પિતાના નિવેદનો લેવાયા

    16 hours ago

    ઘોડદોડ રોડ પર રહેતા હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધુ ખ્યાતિએ મંગળવારે સવારે 11:30 વાગ્યે માતા-પિતા સાથે સામાન્ય રીતે વાતચીત કરી હતી, જેમાં કશું જ અજુગતું લાગ્યું ન હતું. જો કે સાંજે 5:30 વાગ્યે ખ્યાતિએ ફાંસો ખાઇ લીધો હતો. સવારના સુખદ સંવાદથી લઈને સાંજના કરુણ અંજામ વચ્ચેના 6 કલાકમાં એવું તો શું બન્યું કે ખ્યાતિએ જીવન ટૂંકાવવાનો આકરો નિર્ણય લીધો ? આ સવાલનો જવાબ હવે ખ્યાતિના માતા-પિતા પણ જાણવા માંગે છે. બીજી તરફ ઉમરા પોલીસે ખ્યાતિના માતા-પિતા અને ભાઈ-બહેનના ગુરુવારે બપોરે નિવેદનો લીધા હતા. જેમાં કેટલીક મહત્વની હકીકતો પોલીસને જાણવા મળી છે. જો કે હાલમાં આ બાબતે પોલીસે કાંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો છે. સાથે પોલીસે ખ્યાતિનો આઈફોન પોલીસે એફએસએલમાં મોકલી આપ્યો છે. સૌથી મહત્વની વિગતો મોબાઇલમાંથી જાણવા મળી શકે છે. મંગળવારે બપોર પછી ખ્યાતિ કેજરીવાલે પોતાના બેડરૂમમાં જઈ પંખામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:પાલિકામાં નોકરી અને આવાસ અપાવવાના નામે 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી
    Next Article
    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર:પારો 41 ડિગ્રીએ પહોંચવાની આગાહી સાથે હીટવેવ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment