Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:પાલિકામાં નોકરી અને આવાસ અપાવવાના નામે 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી

    2 days ago

    મહાનગરપાલિકા (SMC)માં નોકરી અને આવાસ અપાવવાની લાલચ આપીને 16 લોકો સાથે 2.42 કરોડની ચીટિંગનો કરવાનો મામલો સામે આવ્યો છે. પાલના પ્રહલાદ પાટીલની ફરિયાદના આધારે રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હજુ વધુ લોકો સાથે ચીટિંગ થયાની શકયતા છે. ફરિયાદ મુજબ રાજેન્દ્ર ચૌધરી, જે ખટાદરાથી “જનાદેશ” ના નામે ચોપાનીયુ કાઢે છે, તેણે પોતે SMCમાં વગ ધરાવતો હોવાનું જણાવી લોકોને નોકરી અને મકાન અપાવવાનો ભરોસો આપ્યો હતો. તેણે 12-13 લાખમાં મકાન અને 15 લાખમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. ફરિયાદ મુજબ, ભોગ બનનારાઓ પાસેથી ફોર્મ, પ્રોસેસ અને નિમણૂકના નામે મોટી રકમ લેવામાં આવી હતી. આરોપીએ વોટ્સએપ પર નકલી “EC કોડ” મોકલીને વિશ્વાસ જીત્યો હતો. બાદમાં SMCમાં તપાસ કરતા સ્પષ્ટ થયું કે આવો કોઈ કોડ કે ભરતી પ્રક્રિયા અસ્તિત્વમાં જ નથી. રૂપિયા ઓનલાઈન અને ચેકથી લેતો હતો FIR મુજબ, આરોપીએ SMCમાં નોકરીના નામે એક વ્યક્તિ પાસેથી અંદાજે 15.16 લાખ લીધા હતા. જેમાં નિલેશ પાટીલ, વિજય પાટીલ, કીર્તિ ગોહર, સાગર દેવેસીંગ, નરેન્દ્ર દેવેસીંગ, કલ્પેશ કદમ, ગોપાલ પાટીલ, દીપાલી પાટીલ, આનંદ પાટીલ, વૈભવ પાટીલ, આદિત્ય ભદાણે સામેલ છે. ઘણા લોકો પાસેથી ઓનલાઇન ટ્રાન્સફર અને ચેક દ્વારા પૈસા લેવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:RTEમાં 1 બેઠક સામે 3 બાળક,15 હજાર બાળકના પ્રવેશથી વંચિત રહેવાની આશંકા
    Next Article
    ખ્યાતિનો ફોન એફએસએલમાં મોકલાયો:ખ્યાતિ કેજરીવાલ આપઘાત કેસ માતા-પિતાના નિવેદનો લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment