Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં ખાપરી નદીમાં ફસાયેલા 41 મજૂરોને બચાવાયા:વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું

    1 day ago

    ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાપરી નદીમાં પૂર આવ્યું હતું. નિલશાક્યા ગામ નજીક ડેમના બાંધકામમાં કાર્યરત 41 પરપ્રાંતિય મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આ જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ મજૂરોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશન જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર અને જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. ડિઝાસ્ટર મામલતદાર (આહવા), આહવા પોલીસ, 108 ઇમર્જન્સી સેવા અને સ્થાનિક નાગરિકોની ટીમે સંકલિત કામગીરી કરી હતી. પોલીસ જવાનોએ જંગલના મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈ નદીના કાંઠા સુધી પહોંચી મજૂરોને બહાર કાઢ્યા હતા. બચાવ કરાયેલા તમામ 41 મજૂરોને મૂળચોન્ડ ગામના હનુમાનજી મંદિર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આ મજૂરોમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા તેમને તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી, ફૂડ પેકેટ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. 108 ઇમર્જન્સી સેવાની ટીમે તમામ બચાવ કરાયેલા લોકોની તબીબી તપાસ કરી જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે આશ્રય સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે મજૂરો અને તેમના પરિવારો સાથે વાતચીત કરી તેમને હિંમત આપી હતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મજૂરો માટે રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તમામને સુરક્ષિત રીતે તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સમયસરની કામગીરી અને અસરકારક સંકલનના કારણે આ સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બેફામ ટ્રકે પાર્ક કરેલી કારને મારી ટક્કર, 20 ફૂટ ઘસડાઈ:2 લાખનું નુકસાન, અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર; મહેસાણામાં વેપારીએ ફરિયાદ નોંધાવી
    Next Article
    મોરબીમાં મગફળીના ગોડાઉનમાં 4 કલાકથી ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, કરોડોના નુકસાનની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment