Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મગફળીના ગોડાઉનમાં 4 કલાકથી ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, કરોડોના નુકસાનની આશંકા

    1 day ago

    મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીના જથ્થાને રાખવા માટેના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. બપોરે 3 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગમાં અંદાજે 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો સળગી ઉઠ્યો હતો. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં કરોડોની મગફળી બળીને ખાખ થઈ હોવાની શક્યતા છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી આ અંગે મળતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સીરામીક કારખાનાની અંદર નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલી મગફળીનો જથ્થો રાખવા માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આ ગોડાઉનની અંદર 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં બપોરના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. બપોરે 3 વાગ્યે લાગેલી આગ સાંજના 7 વાગ્યા સુધી પણ કાબૂમાં આવી ન હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં સાત ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર છે. જેમાં મોરબીના ચાર, રાજકોટના બે અને વાંકાનેરની એક આમ કુલ સાત ફાયરની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 10 દિવસથી ગોડાઉન બંધ છતાં આગ કઈ રીતે લાગી? ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ.જી. રાઠોડ પાસેથી મળતી માહિતી મુજબ જે ગોડાઉનની અંદર હાલમાં આગ લાગી છે ત્યાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીની ગુણી રાખવામાં આવી છે. છેલ્લા 8થી 10 દિવસથી ગોડાઉન ખોલવામાં આવ્યુ નથી. જોકે, ગોડાઉનની અંદર રાખવામાં આવેલો મગફળીના જથ્થામાં કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. વધુમાં ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાઉન સંપૂર્ણ સીલ હતું અને લોકોની અવરજવર પણ ત્યાં ન હતી તો આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે હાલમાં કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નાફેડ દ્વારા મગફળીના જથ્થાની ખરીદી કરવામાં આવતી હોય છે અને તેને ગોડાઉનમાં રાખવામાં આવે છે. જેમાં આગ લાગે, મગફળીની ચોરી થાય કે પછી મગફળીના જથ્થામાંથી માટી ભરેલા કોથળા નીકળે આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે. સાણંદ-વિરમગામ હાઈવે પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ આજથી ત્રણ મહિના પહેલા સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ નજીક આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કિલોસ્કર બ્રધર્સ કંપનીની પાસે આવેલા આ ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધૂમાડાના આકાશચૂંબી ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની મહામહેનતે આગ કાબૂમાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં ખાપરી નદીમાં ફસાયેલા 41 મજૂરોને બચાવાયા:વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
    Next Article
    Super Typhoon Bavi Approaches US Pacific Islands, Could Strike Monday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment