Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી ‎તંત્ર સજ્જ બન્યું:મતદાન મથકો ઉપર ગરમીને લઈ શેડ‎અને પાણીની વ્યવવસ્થા કરવા સુચન‎

    11 hours ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટે નોડલ અધિકારીઓ સાથેની બેઠક કરી હતી. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવી એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કલેક્ટરે તમામ મતદાન મથકોની 100 ટકા ભૌતિક ચકાસણી કરી જરૂરી લઘુત્તમ સુવિધાઓ ) સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. ખાસ કરીને, એપ્રિલ મહિનાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે પીવાનું પાણી, છાયડો (શેડ) અને વીજળી જેવી પાયાની જરૂરિયાતોમાં કોઈ કચાશ ન રહે તે માટે કલેક્ટરે તાકીદ કરી છે. આ ઉપરાંત, દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર-રેમ્પની સુવિધા અને મતદાન કર્મચારીઓને સચોટ તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસ તંત્રને પણ સંવેદનશીલ મતદાન મથકો પર સઘન પેટ્રોલિંગ અને ''નો-મોબાઈલ પોલિસી''નો ચુસ્ત અમલ કરવા સૂચના અપાઈ છે. EVMના સુરક્ષિત સંગ્રહ માટે સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક અંગે પણ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બે વીજટાવર પાસે બેરોકટોક ખનન:પાટણ સરસ્વતી નદી પટમાં વીજટાવરો‎ આસપાસ ગેરકાયદે ખોદકામથી જોખમ‎
    Next Article
    મહિલાની ફરિયાદને આધારે રિક્ષા ચાલક સામે ગુનો:મેવડ ટોલ પાસે રિક્ષાની ટક્કરે મહિલાને ફ્રેક્ચર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment