Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વીજટાવર પાસે બેરોકટોક ખનન:પાટણ સરસ્વતી નદી પટમાં વીજટાવરો‎ આસપાસ ગેરકાયદે ખોદકામથી જોખમ‎

    13 hours ago

    પાટણ શહેરના માતરવાડી વિસ્તારમાં સરસ્વતી નદીના પટમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ હવે ગંભીર જોખમ બની રહી છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ની મહત્વની 132 કેવી પાટણ-વેલોડા લાઇનના ટાવરો નજીક કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ અતિ સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવતા ખોદકામને કારણે માત્ર ટાવરોની સ્થિરતા જ જોખમમાં નથી મુકાઈ, પરંતુ સમગ્ર પાટણ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે. GETCO ની ડિવિઝન કચેરી દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, માતરવાડી વિસ્તારમાં હરિહર મુક્તિધામની પૂર્વ દિશાએ સરસ્વતી નદીના પટમાં ટ્રેકટર અને ટર્બા જેવા મશીનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે જમીનનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. 132 કેવી જેવી હાઈ-વોલ્ટેજ લાઇનના ટાવર નં. 68 અને 69 ની ખૂબ નજીક આ પ્રકારનું ખોદકામ ટાવરના પાયાને નબળા પાડી રહ્યું છે.બીજી બાજુ ટેકનિકલ દ્રષ્ટિએ આ પ્રકારની ચેડાં ટાવરની મજબૂતી ઘટાડે છે, જેનાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. ખાણ-ખનિજ વિભાગને તપાસ કરવા જાણ કરી આ મામલે ગેટકોના કાર્યપાલક ઈજનેરે પાટણના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી (ખાણ-ખનિજ વિભાગ) ને પત્ર લખીને તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવા માંગ કરી છે. ગેટકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો આ પ્રવૃત્તિ વહેલી તકે અટકાવવામાં નહીં આવે, તો વીજ ટાવરને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. આ અંગે કલેકટર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને મહેસાણા સ્થિત ગેટકોની વર્તુળ કચેરીને પણ નકલ રવાના કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ:પાટણના વિદ્યાર્થીઓ સૈનિકો અને શહીદો માટે 1.11 લાખ ફંડ એકત્ર કરી ગુજરાતમાં પ્રથમ ક્રમે
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી ‎તંત્ર સજ્જ બન્યું:મતદાન મથકો ઉપર ગરમીને લઈ શેડ‎અને પાણીની વ્યવવસ્થા કરવા સુચન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment