Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ:પાટણના વિદ્યાર્થીઓ સૈનિકો અને શહીદો માટે 1.11 લાખ ફંડ એકત્ર કરી ગુજરાતમાં પ્રથમ ક્રમે

    2 days ago

    શિક્ષણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ કોને કહેવાય તેનું ઉત્તમ ઉદાહરણ પાટણના યુવાઓએ પૂરું પાડ્યું છે. કતપુર સ્થિત સરકારી ઇજનેરી કોલેજના NSS યુનિટના સ્વયંસેવકોએ સૈનિક કલ્યાણ નિધિ માટે રૂ. 1,11,111નું ફંડ એકત્ર કરી સમગ્ર રાજ્યમાં કાર્યરત NSS યુનિટમાં પ્રથમ સ્થાન મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દેશની સરહદો પર રક્ષણ કરતા સૈનિકો અને શહીદોના પરિવારોની મદદ માટે આ વિદ્યાર્થીઓએ રજાના દિવસોમાં પણ આકરી મહેનત કરી હતી. NSSના સ્વયંસેવકોએ પાટણ શહેરના બજારો, રહેણાંક સોસાયટીઓ, શાળાઓ સહિત કલેક્ટર કચેરી, જિલ્લા અદાલત અને પોલીસ સ્ટેશનોમાં જઈને ''ઝોળી'' ફેલાવી હતી. લોકોએ પણ આ વિદ્યાર્થીઓના ઉત્સાહને જોઈ મુક્ત મને દાન આપ્યું હતું. આ એકત્ર થયેલી રકમ GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) ખાતે જમા કરાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ કોલેજમાં વર્ષ 2015-16થી સૈનિક ફંડ એકત્ર કરવાની મુહિમ ચાલી રહી છે. માત્ર એન્જિનિયર બનીને કરિયર બનાવવાને બદલે દેશના રક્ષકો માટે કંઈક કરી છૂટવાની આ ભાવના અન્ય કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. કોલેજના આચાર્ય અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો યુવાશક્તિ ગમે તેવું ભગીરથ કાર્ય સિદ્ધ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મતદાન પહેલાં 9 ચેક પોસ્ટ પર સખ્ત પહેરો‎:દારૂ-પૈસાની હેરાફેરી અટકાવવા ચેકપોસ્ટ પર રાતભર ચેકીંગ શરૂ
    Next Article
    બે વીજટાવર પાસે બેરોકટોક ખનન:પાટણ સરસ્વતી નદી પટમાં વીજટાવરો‎ આસપાસ ગેરકાયદે ખોદકામથી જોખમ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment