Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹4.25 કરોડની દુર્લભ વૉચમાં બિરાજ્યા શ્રીરામ અને હનુમાન:અમેરિકન કંપનીની ઘડિયાળમાં અયોધ્યા મંદિરની ઝાંખી, ફરતી પૃથ્વી ને ચમકતો સૂર્ય; દુનિયામાં માત્ર 3 જ પીસ

    1 day ago

    લક્ઝરી વોચ મેકિંગની દુનિયામાં ઇતિહાસ રચતા 'જેકોબ એન્ડ કંપની'એ એવી અદભુત ઘડિયાળ બનાવી છે, જેના ડાયલ પર ભગવાન રામ, હનુમાનજી અને અયોધ્યાના રામ મંદિરની ઝાંખીનો સમાવેશ થાય છે. 'શ્રી રામચંદ્ર લિમિટેડ એડિશન' નામની આ ઘડિયાળની કિંમત આશરે 4.25 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આખી દુનિયામાં તેના માત્ર ત્રણ જ પીસ બનાવવામાં આવ્યા છે. દુનિયામાં ઘડિયાળના માત્ર 3 પીસ શ્રી રામચંદ્ર લિમિટેડ એડિશનની સૌથી મોટી વિશેષતા તેની મર્યાદિત ઉપલબ્ધતા છે. તેના માત્ર ત્રણ જ પીસ બનાવવામાં આવ્યા છે. આ ઘડિયાળ જેકોબ એન્ડ કંપનીની 'એસ્ટ્રોનોમિયા સોલર' (Astronomia Solar) ડિઝાઇન પર આધારિત છે. તેમાં ધાર્મિક પ્રતીકો, કિંમતી સામગ્રી અને જટિલ મિકેનિકલ ટેકનોલોજીને એકસાથે જોડવામાં આવ્યા છે. ઘડિયાળની કિંમત ₹4.25 કરોડ જેકોબ એન્ડ કંપનીની આ ખાસ ઘડિયાળ ભારતીય આધ્યાત્મિક વારસાથી પ્રેરિત છે. તેમાં આધુનિક ઘડિયાળ નિર્માણની બારીક ટેકનોલોજી સાથે ભગવાન રામ અને અયોધ્યાના રામ મંદિરને દર્શાવવામાં આવ્યા છે. આશરે 4.25 કરોડ રૂપિયાની કિંમતવાળી આ ઘડિયાળને કંપનીએ લિમિટેડ એડિશન વોચ તરીકે લોન્ચ કરી છે. ઘડિયાળમાં બિરાજમાન છે ભગવાન રામ આ ઘડિયાળમાં 6 વાગ્યાના ટાઇમિંગ પર ભગવાન રામની ખૂબ જ બારીક આકૃતિ બનાવવામાં આવી છે. ઘડિયાળની અંદર રહેલી આ પ્રતિમા તેની ડિઝાઇનને ખાસ બનાવે છે. તેને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે સમય જોવાની સાથે જ ભગવાન રામની છબી પણ નજરે પડે છે. 9 વાગ્યાના ટાઇમિંગ પર શ્રી હનુમાન ઘડિયાળમાં ભગવાન રામની સાથે હનુમાનજીની આકૃતિ પણ છે. તેને 9 વાગ્યાના ટાઇમિંગ પર દર્શાવવામાં આવી છે. ભગવાન રામ અને હનુમાનજીની આ આકૃતિઓ ઘડિયાળની ડિઝાઇનને ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ આપે છે. ઘડિયાળમાં છે અયોધ્યાનું રામ મંદિર આ ઘડિયાળની અન્ય એક ખાસિયત તેમાં બતાવાયેલી રામ મંદિરની ઝાંખી છે. નીલા રંગના બેઝ પર મંડલા ડિઝાઇન સાથે મંદિર અને ધાર્મિક આકૃતિઓને સજાવવામાં આવી છે. આખી ડિઝાઇન ભારતીય પરંપરા અને આધ્યાત્મિકતાથી પ્રેરિત છે. ઘડિયાળની અંદર ફરે છે પૃથ્વી આ ઘડિયાળ માત્ર સમય બતાવવા પૂરતી સીમિત નથી. તેની અંદર નીલા રંગની એક નાની પૃથ્વી બનાવવામાં આવી છે, જે પોતાની ધરી પર ફરે છે. કંપનીની ડિઝાઇન મુજબ, પૃથ્વીનું એક આખું ચક્કર એક મિનિટમાં પૂરું થાય છે. ઘડિયાળની અંદરનું આ પ્રકારનું ડાયનેમિક સ્ટ્રક્ચર તેને સામાન્ય લક્ઝરી ઘડિયાળોથી અલગ બનાવે છે. 60 સેકન્ડમાં એક ચક્કર લગાવે છે ટૂરબિલ્યોન ઘડિયાળમાં 12 વાગ્યાના ટાઇમિંગ પર ફ્લાઇંગ ટૂરબિલ્યોન આપવામાં આવ્યો છે. આ પણ 60 સેકન્ડમાં એક પૂરૂં ચક્કર લગાવે છે. ટૂરબિલ્યોન એ ઘડિયાળની અત્યંત જટિલ મિકેનિકલ વ્યવસ્થાનો ભાગ હોય છે. તેના ફરવાની ગતિ અને બારીક બનાવટ આ ઘડિયાળની ટેકનિકલ વિશેષતાઓમાં સામેલ છે. સૂર્યની જેમ ચમકે છે કેસરી રત્ન આ ઘડિયાળમાં સૂર્યને દર્શાવવા માટે કેસરી રંગનું જેકોબ-કટ ક્યુબિક જિરકોનિયા લગાવવામાં આવ્યું છે. જ્યારે, નારંગી રંગના ફાયર ઓપલ ડાયલ પર કલાક અને મિનિટ બતાવવામાં આવે છે. વાદળી, કેસરી અને નારંગી રંગોનું મિશ્રણ ઘડિયાળને અલગ ઓળખ આપે છે. 18 કેરેટ રોઝ ગોલ્ડથી બન્યું છે કેસ શ્રી રામચંદ્ર લિમિટેડ એડિશન ઘડિયાળનું કેસ 18 કેરેટ રોઝ ગોલ્ડથી બનાવવામાં આવ્યું છે. તેમાં ગુંબજ આકારનું નીલમ ક્રિસ્ટલ આપવામાં આવ્યું છે. તેની ટ્રાન્સપરન્ટ બનાવટને કારણે ઘડિયાળની અંદર રહેલી જટિલ મશીનરીને અલગ-અલગ ખૂણાઓથી જોઈ શકાય છે. રણબીર કપૂરના કાંડા પર નજરે પડી હતી આવી ઘડિયાળ ભારતમાં હાલ સૌ કોઈ બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની આગામી મેગા-બજટ ફિલ્મ ‘રામાયણ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે જેકોબ એન્ડ કંપનીનું ભારતીય સનાતન સંસ્કૃતિ સાથેનું આ જોડાણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે આ સ્વિસ બ્રાન્ડ અયોધ્યા અને રામચરિતમાનસથી પ્રેરણા લીધી હોય, આ પહેલાં પણ આ કંપની પોતાની Epic X સિરીઝ હેઠળ ‘રામ જન્મભૂમિ રોઝ ગોલ્ડ સ્પેશિયલ એડિશન’ રજૂ કરી ચૂકી છે. આ ઘડિયાળને ખુદ રણબીર કપૂર પણ અનેક પ્રસંગોએ પહેરેલા જોવા મળી ચૂક્યા છે, જેમાં રામ મંદિર અને ધનુષધારી શ્રીરામનું મિની સ્કલ્પચર બનેલું છે.
    Click here to Read More
    Previous Article
    Namibia vs Ireland: Live Streaming: When And Where To Watch 3rd ODI Match Live In India
    Next Article
    'બાળકોને દિલજીતના કોન્સર્ટમાં ના મોકલતા, સ્કૂલમાં 1:11 વાગ્યે બ્લાસ્ટ થશે':અમદાવાદની 4 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ફરી ધમકી, વાલીઓ બાળકોને લેવા પહોંચ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment