Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાની ફરિયાદને આધારે રિક્ષા ચાલક સામે ગુનો:મેવડ ટોલ પાસે રિક્ષાની ટક્કરે મહિલાને ફ્રેક્ચર

    10 hours ago

    મહેસાણા અમદાવાદ હાઈવે પર મેંવડ ટોલનાકા નજીક રોડની સાઈડમાં લીંબુ વેચવા બેઠેલી મહિલાને શિક્ષા ચાલકે ટક્કર મારીને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. મહિલાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોધ્યો હતો. મૂળ વિજાપુર તાલુકાના ખણુસા ગામના શીતલબેન જીતુભાઈ દેવીપુજક મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડ ટોલનાકા નજીક અમદાવાદ તરફ રોડની સાઈડમાં રોજે લીંબુ વેચવા માટે બેસે છે. 22 એપ્રિલના રોજ શીતલબેન લીંબુ વેચવા માટે બેઠેલા હતા. તે સમયે બપોરે અમદાવાદ તરફ જઈ રહેલી જી જે 02 બી યુ 0683 નંબરની રિક્ષા ચાલકે પૂર ઝડપે ચલાવીને રોડની સાઈડમાં લીંબુ વેચવા બેઠેલા શીતલબેનને ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમને જમણા હાથે ફેક્ચર થયું હતું. રિક્ષા ચાલક સામે શીતલબેને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ હાઈવે પર નંદાસણ બ્રિજ નજીક પણ આ જ રીતે કેટલાક લારીવાળા વેપાર કરવા માટે ઊભા રહે છે મેંવડ ટોલનાકા નજીક બનેલ અકસ્માતની જેમ અહીંયા પણ અકસ્માત સર્જવાની શક્યતાઓ રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી ‎તંત્ર સજ્જ બન્યું:મતદાન મથકો ઉપર ગરમીને લઈ શેડ‎અને પાણીની વ્યવવસ્થા કરવા સુચન‎
    Next Article
    CSK Star Takes Wicket With First Ball, Dedicates It To Late Mother In Moving Tribute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment