Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:ચૂંટણીમાં ગ્લાસથી લઈ લીલા મરચાં સુધીના અપક્ષોના પ્રતિકો‎‎

    2 days ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે માત્ર રાજકીય ટક્કર પૂરતી નથી રહી અપક્ષ ઉમેદવારોને મળેલા અનોખાં અને રસપ્રદ પ્રતિકોએ આખી ચૂંટણીને ચટપટી બનાવી દીધી છે. ગ્લાસ, મરચાંથી લઈને ડ્રિલ મશીન સુધીના પ્રતિકો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાટણ જિલ્લામાં બે નગરપાલિકા,નવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 76 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેમાં નગરપાલિકામાં 43, તાલુકા પંચાયતમાં 28 અને જિલ્લા પંચાયતમાં 5 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.પરંતુ આ ચૂંટણીની સાચી મજા તો પ્રતિકોમાં છે. મતદારોને ઓળખ સરળ બને તે માટે ફાળવાયેલા પ્રતિકો આ વખતે બિલકુલ અલગ જ લુક આપે છે. ક્યાંક કાચનો ગ્લાસ છે તો ક્યાંક રૂમ કુલર, કડાઈ” અને ટેબલ જેવી ઘરગથ્થુ વસ્તુઓ છે. ઇસ્ત્રી, કટીંગ પ્લાયર અને ડ્રિલ મશીન જેવા કામકાજના સાધનો પણ મેદાનમાં દેખાઈ રહ્યા છે. મહિલાઓને આકર્ષે તેવા બંગડીઓ અને રસોડાની ઓળખ વેલણ પાટલી, તો બીજી તરફ લીલું મરચું, ફળ ભરેલી ટોપલી અને આઇસક્રીમ જેવા પ્રતિકો મતદારોના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે. આ વર્ષે માચીસ બોક્ષ, અલમારી, સોફા, બેન્ચ અને પાણીની ટાંકી જેવી વસ્તુઓ પણ હવે મતદાન મશીન પર નજર ખેંચશે. ખાસ વાત એ છે કે આ પ્રતિકો ગામડાં અને શહેર બંને જગ્યાએ ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. મતદારો હવે ઉમેદવારના નામ કરતાં વધુ પ્રતિકથી ઓળખ કરવા લાગ્યા છે, જેના કારણે ચૂંટણીમાં રસ અને ઉત્સુકતા બંને વધી છે. અપક્ષ તરીકે સૂટકેશ મારી ઓળખ બની ગઈ હોય આ વર્ષે માગણી કરી અપક્ષ ઉમેદવાર માટે ચૂંટણીનું નિશાન માત્ર એક પ્રતિક નથી, પરંતુ તેમની ઓળખ બની ગયું છે. વર્ષ 2015માં જ્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમને “સૂટકેશ” પ્રતિક ફાળવાયું હતું. તે સમયે મતદારોના માનસપટ પર આ પ્રતિક એટલું ગાઢ રીતે છવાઈ ગયું કે આજે પણ લોકો તેમને “સૂટકેશ”થી ઓળખે છે. આ વખતે પણ મતદારોનો આગ્રહ રહ્યો કે તેઓ ફરી “સૂટકેશ” નિશાન જ રાખે. લોકોની આ લાગણીને માન આપી તેમણે ફરી એ જ પ્રતિક પસંદ કર્યું છે.તેવું તેમણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ પાલિકાની ચૂંટણીમાં 44 ઉમેદવાર મેદાનમાં, પ્રથમ ટર્મમાં OBC મહિલા પ્રમુખ
    Next Article
    આચારસંહિતાનો ભંગ:પાટણમાં ભાજપના કથિત કાર્યકરોનો કીટ વિતરણ કરતો વિડીયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment