Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ પાલિકાની ચૂંટણીમાં 44 ઉમેદવાર મેદાનમાં, પ્રથમ ટર્મમાં OBC મહિલા પ્રમુખ

    2 days ago

    પાટણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે.રાજકીય પક્ષો દ્વારા મેદાનમાં ઉતારાયેલી 44 મહિલા ઉમેદવારો માટે આ રણમેદાનમાં પરિવાર અને પ્રચારની બેવડી જવાબદારીમાં ખરું ઊતરવું તેમના માટે "અગ્નિપરીક્ષા" સમાન સાબિત થઈ રહ્યું છે. એક તરફ જનતાની સેવા કરવાના સંકલ્પ સાથે પ્રચારની દોડધામ છે, તો બીજી તરફ રસોડું, વડીલોની સાચવણી અને સંતાનોની પરીક્ષા જેવી જવાબદારીઓ છે. મોટાભાગની મહિલા ઉમેદવારોની ઊંઘમાં મોટો કાપ આવ્યો છે.પહેલા 8 કલાક ઊંઘ લેતી મહિલાઓ હવે માત્ર 4 થી 5 કલાકની ઊંઘ સાથે પ્રચાર કરી રહી છે. રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા પરિવારના સભ્યોના સમર્થનથી તેઓ મક્કમ મનોબળ સાથે આગળ વધી રહી છે. રાજકીય કારકિર્દી ઘડવા‎મહિલાનો મરણિયો પ્રયાસ‎ ચૂંટણીના મેદાનમાં ઉતરેલી આ મહિલાઓ માને છે કે ઘર ચલાવું સરળ નથી તેમાં પણ સંઘર્ષ કરીએ છીએ હવે પ્રજાની સેવા કરવા માટે તક મેળવવા થોડો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ પતિ સહિત પરિવારના સહકાર સાથે પ્રજાનો મળતો પ્રતિસાદ તેમને આ થાક ભૂલાવી દે છે. એક તરફ રાજકીય કારકિર્દી અને બીજી તરફ પરિવાર - આ બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને વિજયી બનવા હાલ મહિલાઓ મરણિયા પ્રયાસ કરી રહી છે. પરિવારની જવાબદારીઓ વચ્ચે પ્રચાર સંતાનોની ચિંતા વચ્ચે પતિએ નોકરીમાં રજા લીધી ચૂંટણી જાહેર થતા જ દિનચર્યા બદલાઈ ગઈ છે. મારા મોટા સંતાનની કોલેજની પરીક્ષા ચાલી રહી છે અને નાનું બાળક સતત ઘરે યાદ કરે છે. આ કપરા સમયે મારા પતિએ નોકરીમાંથી રજા લઈને મને પ્રચારમાં પૂરતો સહયોગ આપ્યો છે. રસોડાની જવાબદારી માટે અત્યારે ટિફિન સિસ્ટમ પર નિર્ભર રહેવું પડે છે અને સાંજે બહેનના ઘરેથી જમણવારની વ્યવસ્થા થાય છે. - સાધનાબેન પરમાર, મહિલા ઉમેદવાર સવારે 5 વાગ્યે ઉઠી ઘરકામ આટોપી પ્રચારમાં લાગે છે અત્યારે દિવસ ટૂંકો પડી રહ્યો છે. સવારે 5 વાગ્યે ઉઠીને ઘરનું કામ પતાવી પ્રચારમાં નીકળું છું. બપોરે પાછા આવી રસોઈ બનાવી ફરી સાંજે જનસંપર્ક માટે નીકળવું પડે છે. દીકરીની પરીક્ષાની ચિંતા સાથે આખો દિવસ દોડધામ રહે છે. પહેલા 8 કલાક ઊંઘતી, હવે માંડ 4 થી 5 કલાક સુવા મળે છે. જોકે, ભાઈ-ભાભી અને પરિવારના સાથથી ઉત્સાહ કાયમ છે. - જીજ્ઞાસાબેન શ્રીમાળી, મહિલા ઉમેદવાર સંયુક્ત પરિવારનો સાથ હોવાથી મોટી રાહત હું સંયુક્ત પરિવારમાં રહું છું જે મારા માટે આશીર્વાદ સમાન છે. સાસુ-સસરા અને જેઠ-જેઠાણી ઘર તેમજ બાળકોની જવાબદારી સંભાળી લે છે, જેથી હું નિશ્ચિત થઈ પ્રચાર કરી શકું છું. જોકે, દિવસભરનો જનસંપર્ક અને રાત્રે મોડા સુધી કાર્યાલયમાં ચાલતી મંત્રણાઓને કારણે થાક અને ઓછી ઊંઘનો સામનો કરવો પડે છે, પણ પ્રજાનો પ્રેમ થાક ભૂલાવી દે છે. - સોનલબેન પટ્ટણી, મહિલા ઉમેદવાર
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં શંકાસ્પદ મોત:પીએમ વગર અંતિમવિધિ, 4 સામે ફરિયાદ
    Next Article
    ભાસ્કર ખાસ:ચૂંટણીમાં ગ્લાસથી લઈ લીલા મરચાં સુધીના અપક્ષોના પ્રતિકો‎‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment