Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં શંકાસ્પદ મોત:પીએમ વગર અંતિમવિધિ, 4 સામે ફરિયાદ

    3 days ago

    અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2024 માં નોંધાયેલ છે કે, મૃતક જયંતિભાઇ જીવરાજભાઇ ભેસાણીયા (ઉ.વ.42) મજૂરી કામ કરતા હતા, તેઓ તા. 07 સપ્ટેમ્બર 2024ના રોજ અમરેલી-સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બોરીઓ ખાલી કરવાની મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન ઘઉં ભરેલી બોરીઓની થપ્પી લસરી પડતા આખી થપ્પી તેમના ઉપર પડતા નીચે દબાઈ ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજા અને ગુગળામણ થઈ હતી. જેના પગલે તાત્કાલિક પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે તેમને ફરી અમરેલીની ચિકિત્સા ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા. 17 સપ્ટેમ્બર 2024ના રોજ તેમનું મોત થયું હતું. પરંતુ પરિવાર દ્વારા આ અંગે રાજ્ય સેવકને આ મૃત્યુ કાંડ અંગે જાણ નહીં કરી પોસ્મોર્ટમ કર્યા વગરજ મૃતકની અંતિમ વિધિ કરી નાખી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુખદેવભાઇ જીવારામભાઇ ગોંડલીયાએ નવા ખીજડીયા રહેતા મેહુલ જયંતીભાઇ ભેસાણીયા (ઉ.વ.24), ભરત દીનેશભાઇ કણક (ઉ.વ.26), અભય રમેશભાઇ પાથર (ઉ.વ.24) અને મનીષભાઇ લવજીભાઇ ભેસાણીયા (ઉ.વ.27) વિરુદ્ધ ફરિયાદ લખી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરનો સર્વે:80% કર્મચારીઓ ‘સજાના ડર’ અને ‘સુવિધાઓના અભાવ’ વચ્ચે ચૂંટણીમાં ફરજ બજાવે છે, 78% કર્મી આ જ કારણે મેડિકલ સર્ટિ. રજૂ કરી મુક્તિ માગે છે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ પાલિકાની ચૂંટણીમાં 44 ઉમેદવાર મેદાનમાં, પ્રથમ ટર્મમાં OBC મહિલા પ્રમુખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment