Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્ય ભાસ્કરનો સર્વે:80% કર્મચારીઓ ‘સજાના ડર’ અને ‘સુવિધાઓના અભાવ’ વચ્ચે ચૂંટણીમાં ફરજ બજાવે છે, 78% કર્મી આ જ કારણે મેડિકલ સર્ટિ. રજૂ કરી મુક્તિ માગે છે

    3 days ago

    લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે ચૂંટણી, પરંતુ આ ઉત્સવને સફળ બનાવવા જે કર્મચારીઓ દિવસ-રાત એક કરે છે, તેમની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટમાં ચૂંટણી ડ્યૂટીમાં રોકાયેલા 272 કર્મચારી પર કરવામાં આવેલા ખાસ ગ્રાઉન્ડ સરવેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સરવે મુજબ, 80% કર્મચારીઓ ‘સજાના ડર’ અને ‘સુવિધાઓના અભાવ’ વચ્ચે ચૂંટણીમાં ફરજ બજાવે છે, 78%એ કહ્યું ડ્યૂટીમાં મુક્તિ મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું મુખ્ય કારણ વ્યવસ્થાનો અભાવ અને ડર છે. સરવે સ્પષ્ટ કરે છે કે, 80% થી વધુ કર્મચારીઓ સજાના ડર અને અપૂરતી સુવિધાઓ વચ્ચે ફરજ બજાવે છે. સરવેનું તારણ : આ પ્રશ્ન-જવાબથી સમજો ચૂંટણી ફરજ બજાવનારા મહિલાઓ સહિત તમામ કર્મચારીઓના મનની વાત Q. મતદાન મથકોમાં શૌચાલયની સ્થિતિ અંગે તમારો અનુભવ કેવો છે? (A) 55%એ કહ્યું, શૌચાલય હોય છે પણ પાણી અને સફાઈનો અભાવ હોય છે. (B) 30%એ કહ્યું, મહિલા કર્મચારીઓ માટે પ્રાઈવસીની પૂરતી વ્યવસ્થા હોતી નથી. (C) 15%એ કહ્યું, અમારે બહાર અથવા અન્ય પાડોશી ઘરોનો આશરો લેવો પડે છે. Q. પાયાની સુવિધાઓના અભાવે ડ્યૂટી દરમિયાન કોઈ તકલીફ થાય છે? (A) 22% કર્મી કહે છે કે, લૂ લાગવી કે ડિહાઈડ્રેશનની તકલીફ થઇ છે. (B) 43%એ કહ્યું કે, યુરિન ઇન્ફેક્શનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. (C) 35% કહે છે, માનસિક ચીડિયાપણું અને અતિશય થાક લાગે છે. Q. 45 ડિગ્રી ગરમીમાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કોના દ્વારા કરવામાં આવે છે? (A) 12% કહે છે ચૂંટણી પંચ દ્વારા પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા હોય છે. (B) 48%એ કહ્યું, કર્મચારીઓએ પોતાના ખર્ચે કે ઘરેથી વ્યવસ્થા કરવી પડે છે. (C) 40% માને છે કે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ કે ગ્રામપંચાયત પર નિર્ભર રહેવું પડે છે. Q. રાત્રિ રોકાણ દરમિયાન પંખાની અછતને કારણે કાર્યક્ષમતા પર કેવી અસર પડે છે? (A) 88%એ બળાપો કાઢતા કહ્યું, ગરમી અને મચ્છરોને કારણે રાત્રે ઊંઘ પૂરી થતી નથી, જેની અસર કામ પર પડે છે. (B) 12% માને છે કે વ્યવસ્થા સંતોષકારક છે. Q. મતદાન મથક પર રાત્રિ રોકાણ માટે ગાદલા કે પથારીની સુવિધા અંગે વાસ્તવિકતા શું છે? (A) 52% કહે છે કે અમારે જમીન પર કે બેન્ચ પર જ આરામ કરવો પડે છે. (B) 18%એ કહ્યું, પંચ દ્વારા જે સુવિધા અપાય છે તે અત્યંત અસ્વચ્છ અને જૂની હોય છે. (C) 30%એ કહ્યું કે, અમે ઘરેથી પથારી લઈને જઈએ છીએ. Q. જો શૌચાલય, પાણી, લાઈટ, પથારી યોગ્ય રીતે મળે, તો કર્મચારીઓ ઉત્સાહિત થશે? (A) 74%એ કહ્યું, હા, મોટાભાગનો ડર સુવિધાઓના અભાવનો જ છે. (B) 26% કહે છે ના, જવાબદારીનો બોજ અને સજાનો ભય પણ રહેશે. Q. ગરમીમાં કામ કરવા માટે પંચ દ્વારા પૂરતી તબીબી વ્યવસ્થા (મેડિકલ કિટ) અપાય છે? (A) 08% કર્મચારીઓએ હા કહી. (B) 27% કર્મચારીઓએ ના કહી. (C) માત્ર કાગળ પર હોય છે તેવું 65% કર્મચારીઓએ કહ્યું. Q. સેન્ટર પર અપાતા ભોજનની ગુણવત્તા વિશે તમારો અનુભવ કેવો રહ્યો છે? (A) 14%એ કહ્યું કે, સારો અનુભવ રહ્યો છે. (B) 61% કર્મીએ કહ્યું, મધ્યમ અનુભવ રહ્યો. (C) 25% કહ્યું, અત્યંત ખરાબ/અખાદ્ય. Q. મટિરિયલ લેવા અને જમા કરાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે, જવાબદાર કોણ? (A) 72% કર્મચારીએ કહ્યું કે, વહીવટી તંત્રનું નબળું આયોજન હોય છે. (B) 18% કહે છે કે, અપૂરતો સ્ટાફ હોય છે. (C) 10% કહે છે, ટેક્નિકલ ખામીઓ હોય છે. Q. સંવેદનશીલ બૂથ પર શું તમને સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત લાગે છે? (A) 38% કર્મચારીએ કહ્યું કે, હા લાગે છે. (B) 24% કર્મચારીને નથી લાગતું. (C) 38% કર્મચારીઓ કહે છે, માત્ર દેખાવ પૂરતો હોય છે. Q.નાની ટેક્નિકલ ભૂલ બદલ સીધા સસ્પેન્ડ કે તપાસની ધમકી કેટલી વાજબી છે? (A) 85% કર્મચારીએ કહ્યું કે, તે અન્યાયી છે. (B) 12%એ કહ્યું કે, થોડી શિસ્ત જરૂરી છે. (C) 03% કહે છે કે, તે યોગ્ય છે. Q.ડ્યૂટીમાંથી મુક્તિ મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે?(A) 12% માને છે કે, ખરેખર માંદગી હોય છે. (B) 78% માને છે કે, વ્યવસ્થાનો અભાવ અને ડર ને કારણે મુક્તિ માગે છે. (C) 10% કર્મચારીએ કહ્યું કે, આળસને કારણે એવું કરે છે. Q. તમારા મતે ચૂંટણીની તાલીમ કેટલી અસરકારક હોય છે? (A) 42% કહે છે કે, માત્ર ફોર્મલિટી હોય છે. (B) 45% કર્મચારીએ કહ્યું કે, ઉપયોગી હોય છે. (C) 13%એ કહ્યું કે, ખૂબ જ જટિલ હોય છે.
    Click here to Read More
    Previous Article
    3 મે NEET પરીક્ષા:કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 163 લાગુ
    Next Article
    અમરેલીમાં શંકાસ્પદ મોત:પીએમ વગર અંતિમવિધિ, 4 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment