Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં બે કાર ટકરાતાં ચાલકો વચ્ચે મારામારી:પોલીસ ગેરહાજરીથી વિવેકાનંદ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકજામ

    3 days ago

    નવસારી શહેરના જુનાથાણા અને વિવેકાનંદ સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બે કાર વચ્ચે નજીવી ટક્કર થયા બાદ બંને કારચાલકો વચ્ચે રસ્તા પર જ મારામારી થઈ હતી. આ ઘટનાને કારણે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે એક પણ ટ્રાફિક પોલીસ કે બ્રિગેડનો જવાન ઘટનાસ્થળે હાજર નહોતો. મળતી માહિતી મુજબ, જુનાથાણા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને કારચાલકોએ વાહનો રસ્તાની વચ્ચે ઊભા રાખી દીધા હતા અને નીચે ઉતરીને સામસામે આવી ગયા હતા. મામલો ઉગ્ર બનતા બંને વચ્ચે બોલાચાલી અને બાદમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ માથાકૂટના કારણે પાછળથી આવતા વાહનો અટકી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આખું સર્કલ બ્લોક થઈ ગયું હતું. વિવેકાનંદ સર્કલથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જે શહેરનો એક અત્યંત વ્યસ્ત વિસ્તાર છે. આવા મહત્વના પોઈન્ટ પર કાયમી ધોરણે ટ્રાફિક બ્રિગેડના જવાનોની નિયુક્તિ હોવી જોઈએ, પરંતુ ઘટના સમયે એક પણ જવાન ફરજ પર જોવા મળ્યો નહોતો. ટ્રાફિક પોલીસની આ ગેરહાજરીને કારણે સામાન્ય વાહનચાલકોને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં ટ્રાફિકજામમાં ફસાઈ રહેવું પડ્યું હતું. ટ્રાફિકજામમાં ફસાયેલા એક વાહનચાલકે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "શહેરના મુખ્ય સર્કલ પર આવા બનાવો બને ત્યારે પોલીસની હાજરી અનિવાર્ય છે. કારચાલકો વચ્ચે થતી મારામારી જોવા ટોળું વળ્યું હતું, પરંતુ તેને રોકવા કે ટ્રાફિક હળવો કરવા માટે કોઈ સરકારી પ્રતિનિધિ હાજર નહોતો. શું તંત્ર માત્ર દંડ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે?" આ ઘટના બાદ સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ટ્રાફિક વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ તંત્ર જાગૃત થઈને યોગ્ય પગલાં લે છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં AAPને પડકારવા CMની પાટીદારોના ગઢમાં રેલી:આપ-ભાજપની એક બાદ ભવ્ય રેલી યોજાઈ, રાજકોટમાં હર્ષ સંઘવી રોડ શો
    Next Article
    સેકટર-2માં તસ્કરો બેફામ:NRIના બંધ ઘરમાં 99 લાખની સનસનીખેજ ચોરી, સાયબર ફ્રોડના ડરે બેંક લોકરમાંથી ઘરે લાવેલી મૂડી સાફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment