Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં AAPને પડકારવા CMની પાટીદારોના ગઢમાં રેલી:આપ-ભાજપની એક બાદ ભવ્ય રેલી યોજાઈ, રાજકોટમાં હર્ષ સંઘવી રોડ શો

    3 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે. અહીં CM સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી રેલી યોજી છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સો.મીડિયા પરનો પ્રચાર ખર્ચ ચૂંટણીપંચને જણાવવો પડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણીપંચે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવતા પ્રચાર પર થતો ખર્ચ ચૂંટણી પંચને ફરજિયાત રીતે જણાવવો પડશે. આ નિર્ણય અનુસાર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર કરવામાં આવતા તમામ પ્રકારના પ્રચાર જેમ કે પેઈડ એડ, બૂસ્ટેડ પોસ્ટ, વિડિયો કેમ્પેઇન અથવા અન્ય ડિજિટલ સામગ્રીનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં સમાવેશ કરવો ફરજિયાત છે. ખર્ચ છુપાવ્યો તો કડક કાર્યવાહી ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પ્રચારને હવે પરંપરાગત પ્રચાર જેટલું જ મહત્વ આપવામાં આવશે. કોઈપણ પ્રકારનો ખર્ચ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે છે. ખર્ચના પૂરાવા પણ રાખવા પડશે ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો અને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા માધ્યમોની માહિતી સંબંધિત અધિકારીઓને જાણ કરશે. ઉપરાંત, દરેક જાહેરાત અથવા પ્રચાર સામગ્રી માટે થયેલા ખર્ચના પુરાવા પણ જાળવવા પડશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા અને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રચારની વચ્ચે રાજકીય પક્ષોના નેતાઓેને લોકોના રોષ સામનો પણ કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઓઢવમાં મોડીરાતે યોજાયેલા અનુસૂચિત જાતિના સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે મહિલાઓ સહિતના સ્થાનિકોએ પોસ્ટર સાથે નેતાઓને ઘેર્યા હતાં. લોકોને રોષ વધતા ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકી અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું. ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે મોવિયા ગામે વિશાળ સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંને પક્ષના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. અહીં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધ પક્ષો દ્વારા થતી 'ગુંડાગીરી'ની ટીકાઓને ફગાવી દીધી હતી. જયરાજસિંહે સભામાં ઉપસ્થિત સરપંચોને સાક્ષી બનાવી પૂછ્યું હતું કે, શું ગ્રાન્ટ માટે ક્યારેય એક રૂપિયો માંગવામાં આવ્યો છે? જવાબમાં સરપંચોએ 'ના' કહી હતી. બીજી તરફ જમીન પચાવવા બાબતે કહ્યું કે, જો કોઈ એક ઈંચ જમીન મારી પાસેથી કઢાવી આપે તો હું કાલની તારીખમાં મારા પત્નીનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવી દઈશ.
    Click here to Read More
    Previous Article
    UP Board 10th Result Out 2026: Gulab Devi ने UP Board Toppers को दी बधाई | UP Board Toppers List
    Next Article
    નવસારીમાં બે કાર ટકરાતાં ચાલકો વચ્ચે મારામારી:પોલીસ ગેરહાજરીથી વિવેકાનંદ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment