Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેકટર-2માં તસ્કરો બેફામ:NRIના બંધ ઘરમાં 99 લાખની સનસનીખેજ ચોરી, સાયબર ફ્રોડના ડરે બેંક લોકરમાંથી ઘરે લાવેલી મૂડી સાફ

    3 days ago

    ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ ઠંડા કલેજે એક મોટો હાથ માર્યો છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ડરીને વેપારીએ બેંક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યા હતા જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે. ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત નથી તેવી ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણી જેવી કે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાંથી ઉપાડી લીધી હતી. બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી ને શંકા ગઈ આ કિંમતી સામાન ઘરમાં જ સુરક્ષિત રહેશે તેમ માનીને તેઓ માર્ચ મહિનામાં ફરી આફ્રિકા પરત ફર્યા હતા. આ બંધ ઘરની સંભાળ રાખવા માટે પરેશભાઈના બહેન સમયાંતરે આવતા હોય છે. આજે જ્યારે તેઓ મકાન પર તપાસ માટે આવ્યા ત્યારે ઘરની પાછળની બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી આવી હતી. સમગ્ર વિસ્તારમાં ચોરીથી ફફડાટ બાદમાં અંદર જઈને જોતા રૂમમાં રહેલી તિજોરીના તાળા તૂટેલા હતા અને તમામ કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. 50 લાખથી વધુની માતબર રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણકારી મળતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તસ્કરોએ જે રીતે ચોરીને અંજામ આપ્યો છે તે જોતા કોઈ જાણભેદુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ડોગ સ્ક્વોર્ડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. NRIના બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો આંકડો 99 લાખ સુધી પહોંચ્યો આ અંગે પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, સવારે પ્રાથમિક તપાસમાં ઘરફોડ ચોરીનો આંકડો 50 લાખ હોવાનું કહેવાઈ રહ્યું હતું. જોકે મકાન માલિક અને તેમના બહેન વચ્ચે વિગતે ટેલીફોનીક વાતચીત થતાં ચોરીનો આંકડો 99 લાખ સુધી પહોંચી ગયો છે. પરેશભાઈ શર્મા જાન્યુઆરીમાં ગાંધીનગર આવ્યા ત્યારે બેંક ફ્રોડના કિસ્સા વાંચી સાંભળીને પોતાના લોકરમાંથી તમામ દર દાગીના ડોલર ઉપાડી લીધા હતા. જેમાં તેમની પત્ની, પુત્રવધૂઓના દાગીના હતા. આ દાગીના પોતાની સાથે લઇ જવાની બદલે તેને પોતાના બંધ મકાનમાં જ રાખવાનો નિર્ણય કર્યો હતો. દાગીનાની સેફ્ટી માટે તેઓ 35 હજારની કિંમતનું ડિજિટલ લોકર ઘરે લઈ આવ્યા હતા. તસ્કર આજ લોકર ઉપાડીને નાસી ગયો હતો. જેમ 2 લાખથી વધુના ચાંદીના દાગીના તેમજ 80 લાખથી વધુના સોનાના દાગીના અને 7000થી વધુ ડોલર રાખવામાં આવ્યા હતા. હાલમાં આ મામલે પ્રાથમિક તપાસમાં તસ્કર વેગેનાર ગાડીમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં બે કાર ટકરાતાં ચાલકો વચ્ચે મારામારી:પોલીસ ગેરહાજરીથી વિવેકાનંદ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકજામ
    Next Article
    ગિરનારના રક્ષણ કાજે સાધુ-સંતો અને સનાતનીઓની મહારેલી:અતિક્રમણ મુદ્દે અખાડાઓ અને તમામ સંપ્રદાયો એક મંચ પર, સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment