Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના બેનર ફાડનાર સામે ફરિયાદ:કુબેરનગરમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરના માણસોએ દાદાગીરી કરી, કાર્યકર્તાને માર માર્યો

    3 days ago

    અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં માહોલ ગરમાયો છે. કુબેરનગર વોર્ડમાં ભાજપના પોસ્ટર સહિતની સામગ્રી ફાડવામાં આવી છે. રાતે જ્યારે ભાજપના સમર્થકો દ્વારા બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે નિકુલ તોમરના સમર્થકો દ્વારા માહોલ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નિકુલસિંહ તોમરના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઇ વી. કે દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો જ્યારે બેનર લગાવવા આવ્યા હતા ત્યારે તમારે અહીંયા આવવું નહીં એમ કહી બોલા ચાલી અને બેનરો ફાડી નાખ્યા હતા. અહીંયા કોઇએ પોસ્ટર કે તોરણો લગાવવાના નહી મેઘાણીનગર અમરાજીનગરની ચાલીમાં રહેતા નીરજ પાસવાને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મોડી રાત્રીના બે વાગ્યાના સમયે બીજા મિત્રો રાજા રાજપુત તથા રીશી સૈની તથા ભવાનિસિંહ શેખાવત સાથે અમરાજીનગર ગલી નં. 4 ખાતે ચૂંટણીનો માહોલ ચાલતો હોય ભાજપના નિશાનવાળા તોરણ બાંધતા હતા. આ દરમિયાન નિકુલસિંહ તોમરના માણસો પંકજ પરમાનંદ સહાની તથા આકાશ ગુર્જર મોટર સાયકલ લઇને ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, અહીંયા કોઇએ પોસ્ટર કે તોરણો લગાવવાના નહી. બુમાબુમ કરતા આજુબાજુના માણસો આવી જતા છોડાવ્યા હતા મનસ્વી રીતે અશોભનીય વર્તન કરતા તેઓને ના પાડી જેથી તેઓ એકદમથી ઉશ્કેરાઇ જઇને મારી ફેટ પકડી ફેટો તથા ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ વખતે મારા મિત્રો રાજા રાજપુત તથા રીશી સૈની છોડાવવા વચ્ચે પડતા આ લોકો તેઓની સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા. બુમાબુમ કરતા આજુબાજુના માણસો આવી જતા છોડાવ્યા હતા. આ ઝઘડા દરમિયાન મોબાઇલ તથા મારો ચાંદીનો દોરો તુટી જવાથી નુકશાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પહેલા જ વડોદરાને ભેટ:વડોદરા શહેરમાં પીએમ ઇ-બસનું આગમન, 7 બસ વડોદરા આવી; રવિવાર સુધીમાં 32 બસ આવશે
    Next Article
    AMCએ નિકોલમાંથી 400 કિલો ગાયનું ડુપ્લીકેટ ઘી ઝડપી પાડ્યું:લાયસન્સ વિના વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી 'ગાયનું ઘી' તૈયાર કરાતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment