Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCએ નિકોલમાંથી 400 કિલો ગાયનું ડુપ્લીકેટ ઘી ઝડપી પાડ્યું:લાયસન્સ વિના વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી 'ગાયનું ઘી' તૈયાર કરાતું

    3 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરી FSSAI અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રહેણાંક મકાનમાં ચાલતું હતું ગેરકાયદે યુનિટ AMCના હેલ્થ વિભાગને નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક મકાનમાં ગેરકાયદે ઉત્પાદન થતું હોવાની વિગત મળી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, કોઈપણ રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ વગર જ અહીં ભેળસેળિયું ઘી બનાવીને તેને 'મંગલમૂર્તિ ગાયનું ઘી' બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતું હતું. પેકિંગ પર ખોટી વિગતોનો ઉલ્લેખ તપાસમાં સામે આવ્યું છે કે, આ એકમ દ્વારા કઠવાડા વેદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-2 સ્થિત 'મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ'ને મેન્યુફેક્ચરર તરીકે દર્શાવવામાં આવતા હતા. પેકિંગ પર જે લાયસન્સ નંબરનો ઉલ્લેખ હતો તેની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી હતી. ફૂડ વિભાગે સ્થળ પરથી અંદાજિત કિંમત ₹1.60 લાખ કિંમતનો 400 કિલો ગ્રામ (500 ગ્રામ અને 100 મી.લી.ના જાર) ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. 400 કિલો ઘીનો જથ્થો અને 500 કિલો ખાલી જાર, લેબલો, પેકિંગ સાધનો, ગેસ સિલિન્ડર અને મોટા તપેલા સહિતના સાધનો સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે. નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરાયું? મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ એકમ કે વ્યક્તિ સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે કે આ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાજપના બેનર ફાડનાર સામે ફરિયાદ:કુબેરનગરમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરના માણસોએ દાદાગીરી કરી, કાર્યકર્તાને માર માર્યો
    Next Article
    South Gujarat Heatwave Alert | દક્ષિણ ગુજરાતમાં 4થી5 દિવસ હીટવેવની આગાહી | Surat Civil Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment