Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ડિજિટલ એરેસ્ટ કેસ: મુખ્ય આરોપીના 7સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર:બિહારથી ઝડપાયેલા આરોપીએ નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂ. 32લાખ પડાવ્યા હતા

    9 hours ago

    પાટણ સાયબર ક્રાઈમ પોલીસને 'ડિજિટલ એરેસ્ટ' ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં એક નિવૃત્ત વરિષ્ઠ નાગરિકને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 32,00,047થી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ધર્મેન્દ્રકુમાર રામકુમાર પ્રસાદ ગૌરીદાસની બિહારના નાલંદા જિલ્લાના પાવાપુરી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીના 7 સપ્ટેમ્બર, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. કેસની વિગત પ્રમાણે, પાટણના ચાણસ્મા રોડ પર લીલીવાડી પાસે રહેતા 63 વર્ષીય નિવૃત્ત દિલીપકુમાર પટેલને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા હતા. આરોપીઓએ પોતાને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. તેમણે રૂ. 583 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ નરેશ ગોહિલ નામના શખ્સ સાથે ફરિયાદીનો શંકાસ્પદ રોલ હોવાનો ડર બતાવ્યો હતો. ઠગોએ ફરિયાદીના મોબાઈલમાં 'Signal' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમને સતત નજર હેઠળ રાખ્યા હતા. આ ઉપરાંત, વોટ્સએપ પર સીબીઆઈના નકલી સહી-સિક્કાવાળા દસ્તાવેજો, અરેસ્ટ વોરંટ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાનો નકલી લેટર મોકલી ફરિયાદીને ઘરમાં જ 'ડિજિટલ એરેસ્ટ' કરી દીધા હતા. કેસમાંથી મુક્તિ અપાવવાના બહાને આરોપીઓએ ફરિયાદી પાસેથી SBI ખાતામાંથી રૂ. 5.20 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના 198.570 ગ્રામ સોનાના દાગીના (જેની કિંમત રૂ. 27,15,445) વેચાવી તે રકમ ICICI બેંકના ખાતામાં RTGS મારફતે મેળવી હતી. આમ કુલ રૂ. 32,00,047.20ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. આ અંગે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ધર્મેન્દ્રકુમારે અગાઉ પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી. ત્યારબાદ, પાટણ જિલ્લા સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે બિહારના નાલંદા જિલ્લાના પાવાપુરી વિસ્તારમાંથી 31 ઓગસ્ટ, 2026ના રોજ આરોપીની ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટમાંથી 4 દિવસના ટ્રાન્ઝિટ વોરંટ મેળવી આરોપીને પાટણ લાવવામાં આવ્યો હતો. આજે આરોપીને પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરીને સાયબર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલો અને તપાસ અધિકારીની રજૂઆતો ધ્યાનમાં લઈને, કોર્ટે આરોપીના 7 સપ્ટેમ્બર, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો આદેશ કર્યો છે. પોલીસ હવે આરોપી પાસેથી અન્ય સહ-આરોપીઓ, કૌભાંડમાં વપરાયેલા બેંક એકાઉન્ટ્સ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અંગે વધુ પૂછપરછ કરશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસનું 'બીફોર-આફ્ટર', આરોપી મલકાતો રહ્યો:પહેલાં આરોપીએ છરો લઈ કાયદાના લીરેલીરા ઉડાવ્યાં, પછી ઉત્રાણ પોલીસે તેના કપડાં ફાડી રી-કન્ટ્રક્શન કર્યું
    Next Article
    "Are We Muslims?"Javed Akhtar Recalls 8-Year-Old Farhan's Query

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment