Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસનું 'બીફોર-આફ્ટર', આરોપી મલકાતો રહ્યો:પહેલાં આરોપીએ છરો લઈ કાયદાના લીરેલીરા ઉડાવ્યાં, પછી ઉત્રાણ પોલીસે તેના કપડાં ફાડી રી-કન્ટ્રક્શન કર્યું

    9 hours ago

    સુરતમાં સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવા અને ગુંડા તત્વોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે પોલીસ અવારનવાર નાટકીય કવાયતો હાથ ધરતી હોય છે. જોકે, ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક તાજી ઘટનામાં પોલીસનો ખોફ આરોપીના બેખોફ રોફ સામે સાવ વામણો સાબિત થયો હોવાનો ઘાટ સર્જાયો છે. જાહેરમાં છરો લહેરાવી દહેશત મચાવનારા શખ્સનું પોલીસે ટી-શર્ટ અને પેન્ટ ફાડી નાખી ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, તેમ છતાં આરોપી નિર્લજ્જ બનીને મલકાતો રહેતાં ચર્ચાનો વિષય બન્યો છે. કપડાં ફાટી ગયા પણ મિજાજ ન બદલાયો, મલકાતો રહ્યો આરોપી ઉત્રાણ ગરનાળા પાસે ફૂટપાથ પર રહેતો સુરેશ રામભાઈ દેવીપૂજક (ઉં.વ.30) લોખંડનો મોટો છરો બતાવીને લોકોમાં પોતાનો રોફ જમાવતો હોવાની વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી તો લીધો, પરંતુ ‘કાયદાનું ભાન’ કરાવવાના ચક્કરમાં પોલીસે હદ વટાવી આરોપીનાં કપડાં લીરેલીરા કરી નાખ્યા હતા. ફાટેલાં ટી-શર્ટ અને પેન્ટમાં આરોપીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો, પરંતુ ખાખીની ધાક જમાવવાના આ પ્રયાસ પર પાણી ફરી વળ્યું હતું. કપડાં ફાટી ગયા હોવા છતાં આરોપી જરાય ક્ષોભ કે ડર અનુભવ્યા વગર મલકાતો રહ્યો હતો. પોલીસનો ખોફ આરોપીના વટ સામે ટૂંકો પડ્યાની શહેરમાં ચર્ચા શહેરમાં ભારે ચર્ચા જાગી હતી કે ખાખી વર્દીનો ડર હવે આવા તત્વોમાં રહ્યો જ નથી. સામાન્ય રીતે પોલીસ રિ-કન્સ્ટ્રક્શન એટલા માટે કરતી હોય છે કે આરોપી કાયદાના સકંજામાં ધ્રૂજે અને બીજા અસામાજિક તત્વોમાં દાખલો બેસે, પરંતુ અહીં ઉલટી ગંગા વહી હતી. ખાખીની ‘કડકાઈ’ વચ્ચે આરોપી બેફિકર બની હસતો જોવા મળતા પોલીસની સમગ્ર કાર્યવાહી મજાક બની ગઈ હતી. જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી સંતોષ માન્યો પોલીસે આ સમગ્ર મામલે આરોપી સુરેશ દેવીપૂજક સામે જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને ધરપકડ દર્શાવી છે. પીઆઈ એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપીને કામગીરી દર્શાવી ખરી, પરંતુ ધરપકડ બાદ જોવા મળેલા દ્રશ્યોએ સાબિત કરી દીધું છે કે માત્ર કપડાં ફાડી નાખવાથી કે તાયફા કરવાથી કાયદાનો ડર ઊભો થતો નથી. આ બાબતે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. આર.ગોસ્વામી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ કામમાં હોવાનું કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈ- CM વિજયની સુરક્ષા તોડીને લોકો કાફલા સુધી પહોંચ્યા:પોલીસ કસ્ટડીમાં યુવકના મોત મામલે ન્યાય માંગી રહ્યા હતા; 8ની અટકાયત
    Next Article
    પાટણ ડિજિટલ એરેસ્ટ કેસ: મુખ્ય આરોપીના 7સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર:બિહારથી ઝડપાયેલા આરોપીએ નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂ. 32લાખ પડાવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment