Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડામાં દિવ્યાંગ વાલીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ:વાલીઓએ લોકશાહીના પર્વમાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોમાં જાગૃતિ લાવવા માટે 'સ્વીપ' (SVEEP) પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ચુડા સ્થિત બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ માટે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગ બાળકોના વાલીઓને લોકશાહીમાં એક-એક મતના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમને કોઈપણ જ્ઞાતિ, જાતિ કે લોભ-લાલચમાં આવ્યા વિના નૈતિક મતદાન કરવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે, વાલીઓએ પોતાની ફરજ સમજી આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટે સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિક સુધી મતદાનનો સંદેશ પહોંચાડવાનો અને આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણ વિભાગના કર્મયોગીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    400 કરોડના કેબલ સ્ટેડ બ્રિજના DRONE દૃશ્યો:સિટીથી બીચનું 45 KMનું અંતર 15-20 મિનિટમાં જ કાપી શકશે સુરતીઓ, દરિયાઈ વાતાવરણ અને ભેજ સામે પણ રહેશે અડીખમ
    Next Article
    સરપોર પારડીમાં 4 વર્ષથી આતંક મચાવતો લંગુર પકડાયો:દરજીની દુકાનમાં ઘૂસતા ગ્રામજનોએ શટર પાડી કેદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment