Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    400 કરોડના કેબલ સ્ટેડ બ્રિજના DRONE દૃશ્યો:સિટીથી બીચનું 45 KMનું અંતર 15-20 મિનિટમાં જ કાપી શકશે સુરતીઓ, દરિયાઈ વાતાવરણ અને ભેજ સામે પણ રહેશે અડીખમ

    16 hours ago

    સુરત અને ઉભરાટને જોડતા 400 કરોડના અત્યાધુનિક કેબલ સ્ટેડ બ્રિજના ડ્રોન દૃશ્યો સામે આવ્યા છે, જે સુરતીઓ માટે એક સ્વપ્ન જેવું બની રહ્યું છે. આ બ્રિજ પૂર્ણ થતાં જ સુરતથી ઉભરાટનું 45 કિલોમીટરનું અંતર માત્ર 13 કિલોમીટર થઈ જશે અને આખી સફર માત્ર 15થી 20 મિનિટમાં પૂરી થઈ જશે. દરિયાઈ વાતાવરણ અને ભેજ સામે અડીખમ રહે એવી અદ્યતન ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહેલા આ બ્રિજના ડ્રોન વિઝ્યુઅલ્સ હાલમાં સામે આવ્યા છે. જુલાઈ 2027 સુધીમાં તૈયાર થશે આ ભવ્ય બ્રિજ તાજેતરમાં સામે આવેલા ડ્રોન શૉટ્સમાં જોઈ શકાય છે કે, મીંઢોળા નદીના પાણી વચ્ચે કઈ રીતે મસમોટા પિલર આકાર લઈ રહ્યા છે. આ ડ્રોન વિઝ્યુઅલ્સ બ્રિજની ભવ્યતા અને તેની કામગીરીની ચોકસાઈની સાક્ષી પૂરે છે. આ પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે બાદ સુરતીઓ એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ કરી શકશે. બીચની 45 KMની સફર હવે માત્ર મિનિટોમાં પૂરી થશે સુરતથી ઉભરાટ તરફ જવા માટે પ્રવાસીઓને અંદાજે 45 KM લાંબો રૂટ કાપવો પડે છે, જેમાં સમય અને ઈંધણ બંનેનો મોટો વ્યય થાય છે પરંતુ, આ નવા બ્રિજ અને ફોરલેન રોડ તૈયાર થયા બાદ આ અંતર ઘટીને માત્ર 13 KM રહી જશે. આનો અર્થ એ છે કે કલાકોની સફર હવે માત્ર 15થી 20 મિનિટમાં પૂર્ણ થશે. આ બ્રિજ માત્ર સુરતીઓ માટે જ નહીં પરંતુ, ઉભરાટની આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે કારણ કે, તે શહેર સાથેની સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. 740 મીટર લાંબો કેબલ સ્ટેડ બ્રિજ 400 કરોડના ખર્ચે તૈયાર દક્ષિણ ગુજરાતના આ ડ્રીમ પ્રોજેક્ટ પાછળ અંદાજે 400 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટનો સૌથી જટિલ અને મહત્વનો ભાગ મીંઢોળા ખાડી ઉપર બની રહેલો 740 મીટર લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. આ આખો માર્ગ 'ફોરલેન' હશે, જેથી ટ્રાફિકની સમસ્યા ન રહે. હાલની સ્થિતિએ બ્રિજનું અંદાજે 30% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાઈ-ટેક મટીરીયલ અને એડવાન્સ સિવિલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને આ બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, તે દાયકાઓ સુધી દરિયાઈ વાતાવરણ અને ભેજ સામે અડીખમ રહી શકે. પ્રવાસન અને રિયલ એસ્ટેટને મળશે વેગ ઉભરાટ હંમેશા સુરતીઓનું ફેવરિટ પિકનિક સ્પોટ રહ્યું છે પરંતુ, ખરાબ રસ્તા અને અંતરને કારણે લોકો જવાનું ટાળતા હતા. આ બ્રિજ બનવાથી ઉભરાટ બીચ પર પ્રવાસીઓનો ધસારો વધશે, જે સ્થાનિક રોજગારીમાં વધારો કરશે. આ ઉપરાંત, આભવા થી ઉભરાટ વચ્ચેના વિસ્તારમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે. લોકો હવે શહેરના ઘોંઘાટથી દૂર દરિયા કિનારાની નજીક સેકન્ડ હોમ કે ફાર્મ હાઉસ બનાવવાનું વધુ પસંદ કરશે, જે સુરતના અર્થતંત્રને નવી ગતિ આપશે. વાસી ટેકસટાઇલ પાર્ક માટે ગેમ ચેન્જર આ બ્રિજ માત્ર પર્યટન માટે જ નહીં, પરંતુ ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે. દક્ષિણ ગુજરાતનો મહત્વાકાંક્ષી વાસી ટેકસટાઇલ પાર્ક ઉભરાટની નજીક આવેલો છે. અત્યાર સુધી સુરતના ટેક્સટાઇલ હબથી વાસી સુધી પહોંચવા માટે મોટો ચકરાવો લેવો પડતો હતો. પરંતુ આ બ્રિજ કાર્યરત થતા જ સુરતના ટેક્સટાઇલ વેપારીઓ અને શ્રમિકો માટે વાસી પહોંચવું અત્યંત સરળ બની જશે. માલસામાનની હેરફેર ઝડપી બનતા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં પણ ઘટાડો થશે, જે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ફાયદાકારક રહેશે.
    Click here to Read More
    Previous Article
    વટવા વોર્ડમાં ડુપ્લિકેટ મતદારો ઊભા કરાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:ચૂંટણી જીતવા SIRની કામગીરી દરમિયાન ગોટાળા થયા હોવાનો દાવો, એક જ વ્યક્તિના નામ અનેક યાદીમાં હોવાનું સામે આવ્યું
    Next Article
    ચુડામાં દિવ્યાંગ વાલીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ:વાલીઓએ લોકશાહીના પર્વમાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment