Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોંગ્રેસનો મતદાર યાદી અને SIR પ્રક્રિયા સામે વિરોધ:મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે પ્રાંત કચેરીએ ધરણા, 'વોટ ચોર - ગાદી છોડ'ના નારા લગાવ્યા

    3 days ago

    પાટણ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી સુધારણા, SIR પ્રક્રિયા તેમજ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર આક્ષેપો સાથે પાટણ પ્રાંત કચેરી ખાતે રેલી યોજી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકશાહી અને મતદારોના અધિકારોના રક્ષણની માંગ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ગેરરીતિ મુક્ત બને તે અંગે તંત્ર સમક્ષ માંગણી દોહરાવવામાં આવી હતી. મતદાર યાદી સામે પ્રદર્શન પાટણ પ્રાંત કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના શ્રવણજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી કમિશનરનું રાજીનામું માંગ્યું કાર્યકરોએ વિરોધ દર્શાવતા રેલી સ્વરૂપે પહોંચી પ્રાંત કચેરી ખાતે ધરણા યોજ્યા હતા અને 'લોકશાહી બચાવો — મતદારનો અધિકાર બચાવો' તેમજ 'લોકશાહી બચાવો - જ્ઞાનેશ હટાવો' જેવા સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાંત કચેરી ખાતે ધરણા ચૂંટણી પંચ સમક્ષ ગેરરીતિ મુક્ત ચૂંટણી યોજવાની માંગ સાથે કાર્યકરોએ 'વોટ ચોર - ગાદી છોડ'ના નારા લગાવી વહીવટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા મજબૂત માંગણી કરી હતી. નારા લગાવી આક્રોશ વ્યક્ત શહેર પ્રમુખ દિપક પટેલે આક્ષેપ કર્યો હતો કે વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયા દ્વારા 74 લાખ મતદારોના નામ દૂર કરી ફરી ઉમેરવામાં આવ્યા હતા, જે શાસક પક્ષના ઈશારે ચૂંટણી જીતવા માટે રચાયેલું સુનિયોજિત કાવતરું છે. પારદર્શક ચૂંટણીની માગણી કરી દિલ્હીના જંતરમંતર પર યોજાયેલા વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. ચૂંટણી પંચને 14 વખત લેખિત રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા રાષ્ટ્રીય નેતૃત્વના આદેશથી પાટણમાં રાજીનામાની માંગ સાથે ધરણા યોજાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રી-પીટીસીમાં હવે 30 વર્ષ સુધી પ્રવેશ, 50ની જગ્યાએ 62 બેઠક:EWS-દિવ્યાંગો માટે પણ અનામત, D.El.Ed.ના પ્રવેશ નિયમોમાં મોટા ફેરફાર, વયમર્યાદામાં 6 વર્ષની રાહતથી વધુ ઉમેદવારોને તક
    Next Article
    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:બીજા દિવસે રામધૂન અને સફાઈ કરી, જનસેવા કેન્દ્રો ઠપ; આંગણવાડીની ઉમેદવાર મહિલાઓ મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment