Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી:એજન્ટ સામે ગુનો, ખંભાળિયાના યુવાનોના સવા લાખ ફસાયા

    13 hours ago

    જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયાના બે યુવાનો પાસેથી સવા લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય ઘણા યુવાનો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર (રહે. મયુર સોસાયટી, એરપોર્ટ પાસે, જામનગર) પોતે વિદેશ મોકલવાનો એજન્ટ હોવાની ઓળખ આપી હતી. તેણે ખંભાળિયાના ૩૫ વર્ષીય ગજેન્દ્ર ખીમનાથ નામના યુવાનને ઇઝરાયેલમાં કામ અપાવવાની લાલચ આપીને તેની પાસેથી ૯૫,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. આ રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ ગજેન્દ્રના મિત્ર પ્રવીણભાઈ મકવાણા (રહે. ખંભાળિયા) એ પણ વિદેશ જવા માટે ૨૯,૫૦૦ રૂપિયા રાજેન્દ્ર રાજગોરને આપ્યા હતા. આમ, બંને યુવાનો પાસેથી કુલ ૧,૨૪,૫૦૦ રૂપિયા મેળવી લીધા બાદ એજન્ટ રાજેન્દ્ર રાજગોર પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ગત જાન્યુઆરી માસમાં આ રકમ આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપીનો સંપર્ક ન થતાં બંને યુવાનોએ જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસમાં અરજી કરી હતી. જોકે, આ અરજી પર કોઈ કાર્યવાહી ન થતાં તેમને ન્યાય મળ્યો નહોતો. આખરે, આ મામલો રાજકોટના આઈજીપી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોતાની ફરિયાદ અંગે રજૂઆત કરતાં તાત્કાલિક અસરથી ગુનો નોંધવાના આદેશો થયા હતા. ગઈકાલે ગજેન્દ્ર ખીમનાથ બાવાજીની ફરિયાદના આધારે રાજેન્દ્ર રાજગોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. આરોપી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી ગજેન્દ્રના જણાવ્યા અનુસાર, તેના પોરબંદરના પાંચ મિત્રોએ પણ વિદેશ જવા માટે મોટી રકમ આપી હતી અને આરોપી તે પૈસા લઈને પણ ભાગી છૂટ્યો છે. આરોપી પકડાયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલ સિટી સી. ડિવિઝનના પી.એસ.આઈ કે. એચ. ચાવડા આ સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાંસદામાંથી પાસ-પરમિટ વગરના વિસ્ફોટકો સાથે એક શખસ ઝડપાયો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે SOGએ કાર્યવાહી કરી, જથ્થો પૂરો પાડનાર બે શખસ વોન્ટેડ
    Next Article
    જામનગર ચૂંટણી અધિકારીએ મતગણતરી સ્થળની મુલાકાત લીધી:હરિયા કોલેજ ખાતે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment