Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ચૂંટણી અધિકારીએ મતગણતરી સ્થળની મુલાકાત લીધી:હરિયા કોલેજ ખાતે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો કર્યા

    11 hours ago

    જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 માટે મતગણતરી સ્થળ હરિયા કોલેજની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટિંગ હોલ સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરે સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમની ચકાસણી કરી હતી. વિવિધ વોર્ડ માટે તૈયાર કરાયેલા મતગણતરી હોલમાં ટેબલોની ગોઠવણી અને ગણતરી એજન્ટો માટેની બેઠક વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મીડિયા સેન્ટર અને ઓબ્ઝર્વર રૂમમાં પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. ચૂંટણી અધિકારીએ મતગણતરી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. મતગણતરી સ્થળ પર પીવાનું પાણી, વીજળી, મેડિકલ ટીમ, પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ આવશ્યક સુવિધાઓ ઊભી કરવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી 26 એપ્રિલના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલના રોજ સવારે 9.00 કલાકથી મતગણતરી શરૂ થશે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1 થી 16ની મતગણતરી હરિયા કોલેજ ખાતે થશે. સિક્કા નગરપાલિકાની મતગણતરી ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે યોજાશે. જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટેના મતગણતરી સ્થળોમાં જામનગર ગ્રામ્ય માટે ઓશવાળ ઇંગ્લિશ એકેડમી, કાલાવડ તાલુકા માટે મ્યુનિસિપલ હાઈસ્કૂલ, જામજોધપુર તાલુકા માટે ઇવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રોલ અને જોડિયા માટે હરધ્રોળ હાઈસ્કૂલ, તથા લાલપુર તાલુકા માટે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી:એજન્ટ સામે ગુનો, ખંભાળિયાના યુવાનોના સવા લાખ ફસાયા
    Next Article
    ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ:15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા, અંકલેશ્વર બાદ વડોદરા-સુરત ખસેડાયા, દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment