Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીલ્સના ચક્કરમાં ટ્રેક્ટરને ઉછાળતાં રોક્યો તો માલિકના પુત્રની હત્યા:અમરેલીના બરવાળા બાવીશીમાં બાઈકસવારને માથામાં લોખંડની પાઈપ ફટકારી, નીચે પડતાં પથ્થર મારી પતાવી દીધો

    14 hours ago

    અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક જ અઠવાડિયામાં હત્યાની 3 ઘટનાઓ સામે આવતા ફફડાટ ફેલાયો છે. વડીયાના બરવાળા બાવીશી ગામની સીમમાં મોડી રાત્રે ખેતમજૂરે પોતાના જ માલિકના પુત્રની ઘાતકી હત્યા કરી છે. ટ્રેક્ટરને ઉછાળી રીલ્સ બનાવવા મુદ્દે તેણે આરોપીને ટોક્યો હતો. મનદુખ રાખી તે બાઈક પર નીકળતાં આરોપીએ પાછળથી માથામાં લોખંડની પાઈપ મારી નીચે પાડ્યો હતો અને ત્યારબાદ ઉપરાછાપરી પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. એટલું જ નહીં, બાઈકની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો. દીકરાના મોતથી પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોતાના વહાલસોયાને ખોળામાં રાખીને પિતા નિશબ્દ થઈ ગયા હતા. ઠપકો આપતાં ખાર રીતે કૃત્ય મૃતક કર્ણદેવ વાળા રાત્રિના સમયે પોતાના ખેતરે હાજર હતા. તે સમયે ત્યાં કામ કરતો ખેતમજૂર રવિ જેમાભાઈ કારોલીયા ખેતરમાં બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. રવિ મોબાઈલમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં ટ્રેક્ટરને જોખમી રીતે કુદાવી રહ્યો હોવાથી કર્ણદેવે તેને આવું ન કરવા કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકાથી ઉશ્કેરાયેલા રવિએ મનમાં ખાર રાખ્યો હતો. રસ્તામાં આંતરી હુમલો કર્યો ઠપકો આપ્યા બાદ કર્ણદેવ પોતાના બાઈક પર ખેતરથી ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન જાહેર રસ્તા પર આરોપી રવિએ પાછળથી આવી લોખંડની પાઈપ વડે હુમલો કરી કર્ણદેવને બાઈક પરથી નીચે પાડી દીધા હતા. આરોપીએ "તને જીવતો નથી મૂકવો" તેમ કહી ગાળો ભાંડી હતી અને માથાના ભાગે પથ્થરોના ઉપરાછાપરી ઘા મારી કર્ણદેવને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા કર્યા બાદ આરોપી મૃતકનું બાઈક લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ વડીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના પિતા અશોકભાઈએ રવિ જેમાભાઈ કારોલીયા વિરુદ્ધ હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં હત્યાની આ 3જી ઘટના છે. લીલીયાના સનાળીયા ગામમાં 1 શખસની હત્યા. રાજુલાના ભાક્ષી ગામમાં યુવકની હત્યા. વડીયાના બરવાળા બાવીશીમાં યુવકની હત્યા. આ ઉપરાંત અમરેલી શહેરમાં પણ જાહેરમાં છરી વડે હુમલાની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન 43°C પહોંચશે:24 કલાકમાં પારો 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર
    Next Article
    સેકટર 2માં તસ્કરો બેફામ:NRIના બંધ ઘરમાં 50 લાખની સનસનીખેજ ચોરી, સાયબર ફ્રોડના ડરે બેંક લોકરમાંથી ઘરે લાવેલી મૂડી સાફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment