Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન 43°C પહોંચશે:24 કલાકમાં પારો 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર

    19 hours ago

    રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે. હવામાન વિભાગે આજથી સાત દિવસ (23થી 29 એપ્રિલ) ગુજરાતમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે, જેના કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે, જ્યાં તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર જશે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણ વધુ સૂકું બનશે. ખાસ કરીને 26મી તારીખે, જે ચૂંટણીનો દિવસ છે, તે દિવસે વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 26મી તારીખે તાપમાન 37થી 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. 22 એપ્રિલે રાજ્યમાં સૌથી ગરમ અમદાવાદ રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ પણ વાંચો…. ઓડિશામાં 44.6°C તાપમાન, બપોરે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક, યુપીમાં રસ્તાઓ પર વોટર સ્પ્રે દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં બુધવારે તાપમાન 40°C થી 45°C ની વચ્ચે રહ્યું છે. ઓડિશાનું ઝારસુગુડા બુધવારે 44.6°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.એટલે કે, ફિલ્ડ સ્ટાફ હવે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન વસ્તી ગણતરીનું કામ કરશે નહીં. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ તરફ, દિલ્હીની શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દર 45 થી 60 મિનિટે ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવી શકાય અને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ટેસ્લાની સૌથી લાંબી SUV 'મોડેલ YL' ભારતમાં લોન્ચ:6 લક્ઝરી સીટ્સ અને સેલ્ફ-ડ્રાઇવિંગ મોડ; સિંગલ ચાર્જ પર 681kmની રેન્જ, કિંમત ₹61.99 લાખ
    Next Article
    રીલ્સના ચક્કરમાં ટ્રેક્ટરને ઉછાળતાં રોક્યો તો માલિકના પુત્રની હત્યા:અમરેલીના બરવાળા બાવીશીમાં બાઈકસવારને માથામાં લોખંડની પાઈપ ફટકારી, નીચે પડતાં પથ્થર મારી પતાવી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment