Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેસ્લાની સૌથી લાંબી SUV 'મોડેલ YL' ભારતમાં લોન્ચ:6 લક્ઝરી સીટ્સ અને સેલ્ફ-ડ્રાઇવિંગ મોડ; સિંગલ ચાર્જ પર 681kmની રેન્જ, કિંમત ₹61.99 લાખ

    17 hours ago

    ઇલોન મસ્કની EV કંપની 'ટેસ્લા' ઇન્ડિયાએ ભારતીય બજારમાં તેની સૌથી લાંબી SUV 'મોડેલ Y L' લોન્ચ કરી છે. આ ભારતમાં ટેસ્લાની પ્રથમ કાર 'મોડેલ Y'નું વધુ જગ્યા ધરાવતું અને થ્રી-રો વર્ઝન છે. આ કારની સૌથી મોટી વિશેષતા તેની 681kmની રેન્જ અને 6-સીટર સીટિંગ લેઆઉટ છે. ટેસ્લા 'મોડેલ Y L'ની એક્સ-શોરૂમ શરૂઆતની કિંમત 61.99 લાખ રૂપિયા છે. આ સ્ટાન્ડર્ડ 'મોડેલ Y' (59.89 લાખ રૂપિયા) કરતાં લગભગ 2.10 લાખ રૂપિયા મોંઘી છે. કંપનીએ કારનું બુકિંગ શરૂ કરી દીધું છે અને ગ્રાહકોને તેની ડિલિવરી પણ જલ્દી આપવામાં આવશે. એક્સટીરિયર ડિઝાઇન: 19-ઇંચ એરો વ્હીલ્સ અને સ્લીક લુક ડિઝાઇનના મામલે 'મોડેલ વાય એલ' મોટાભાગે સ્ટાન્ડર્ડ વર્ઝન જેવી જ દેખાય છે, પરંતુ તેમાં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે: સાઇઝ અને ડાયમેન્શન: 150mm વધુ મોટો વ્હીલબેઝ ‘મોડેલ Y L’નું મુખ્ય આકર્ષણ તેની વધેલી સાઈઝ છે. આ કાર સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં 179 મિલીમીટર વધુ લાંબી છે. તેના વ્હીલબેઝનું કદ પણ 150 મિલીમીટર વધારવામાં આવ્યું છે. કારની ઊંચાઈમાં પણ 44 મિલીમીટરનો વધારો થયો છે. મોટા 'ગ્લાસહાઉસ' (બારીઓવાળો ભાગ) ને કારણે તેને રસ્તા પર સરળતાથી ઓળખી શકાય છે. ઇન્ટિરિયર અને ફીચર્સ: 16-ઇંચની ટચસ્ક્રીન અને પેનોરેમિક રૂફ કેબિનની અંદર ટેસ્લાની સિગ્નેચર 'મિનિમલ' થીમ આપવામાં આવી છે. તેમાં સૌથી ખાસ 16-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ છે, જેનાથી કારના લગભગ તમામ ફંક્શન કંટ્રોલ થાય છે. પર્ફોર્મન્સ: ઓલ-વ્હીલ-ડ્રાઇવ સાથે 201kmphની ટોપ સ્પીડ પાવરના મામલે આ કાર ખૂબ જ દમદાર છે. તેમાં બે ઇલેક્ટ્રિક મોટર (ઓલ-વ્હીલ-ડ્રાઇવ)નું સેટઅપ આપવામાં આવ્યું છે: સેફ્ટી ફીચર્સ: ADAS અને ફુલ સેલ્ફ ડ્રાઇવિંગનો વિકલ્પ સુરક્ષા માટે ટેસ્લાએ તેમાં સ્ટાન્ડર્ડ તરીકે એડવાન્સ ફીચર્સ આપ્યા છે: તેમાં 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), અને પાર્કિંગ સેન્સર્સ મળે છે. ADAS: કારમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ સ્ટાન્ડર્ડ છે. FSD: ટેસ્લા ઇન્ડિયા તેની આ કાર સાથે 'ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ' (FSD) સિસ્ટમનો વિકલ્પ પણ વધારાની ચુકવણી પર આપશે.
    Click here to Read More
    Previous Article
    Amid reshuffle buzz, Vinod Tawde holds back-to-back political meetings
    Next Article
    ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન 43°C પહોંચશે:24 કલાકમાં પારો 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment